Khatu Shyam Temple Stampede: ખાટુ શ્યામજી મંદિરમાં ભાગદોડ મચી, 3 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
Khatu Shyam Temple Stampede: રાજસ્થાનના સીકર જિલ્લામાં પ્રસિદ્ધ ખાટુ શ્યામજી મંદિરમાં સવાર સવારમાં મંદિરના કપાટ ખુલતા જ ભાગદોડ મચી ગઈ. આ ભાગદોડમાં 3 શ્રદ્ધાળુઓના જીવ ગયા જ્યારે કેટલાક લોકો ઘાયલ થયા. એવું કહેવાય છે કે સવારે 5 વાગે મંદિરના કપાટ ખુલતા જ ભીડનું દબાણ વધવાના કારણે ભાગદોડ મચી ગઈ. આ દરમિયાન અનેક મહિલા અને પુરુષ શ્રદ્ધાળુઓ પડી ગયા અને તેમને ઉઠવાની તક જ ન મળી.
સીકર: રાજસ્થાનના સીકર જિલ્લામાં પ્રસિદ્ધ ખાટુ શ્યામજી મંદિરમાં સવાર સવારમાં મંદિરના કપાટ ખુલતા જ ભાગદોડ મચી ગઈ. આ ભાગદોડમાં 3 શ્રદ્ધાળુઓના જીવ ગયા જ્યારે કેટલાક લોકો ઘાયલ થયા. ઘટનાસ્થળે હાજર પોલીસકર્મીઓ અને મંદિર કમિટીના ગાર્ડ્સે વ્યવસ્થા સંભાળી અને તમામ ઘાયલોને હોસ્પિટલમાં ખસેડ્યા. હાલ ખાટુશ્યામજી પોલીસ મથક સમગ્ર મામલે તપાસમાં લાગી છે.
એવું કહેવાય છે કે સવારે 5 વાગે મંદિરના કપાટ ખુલતા જ ભીડનું દબાણ વધવાના કારણે ભાગદોડ મચી ગઈ. આ દરમિયાન અનેક મહિલા અને પુરુષ શ્રદ્ધાળુઓ પડી ગયા અને તેમને ઉઠવાની તક જ ન મળી. અફડાતફડીમાં ભીડને માંડ કંટ્રોલ કરાઈ અને સુરક્ષા વ્યવસ્થામાં લાગેલા કર્મચારીઓએ મોરચો સંભાળતા ઘાયલોને હોસ્પિટલ ખસેડ્યા, જ્યાં 3 મહિલાઓએ દમ તોડ્યો.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube