ભારતનું એક એવું રેલવે સ્ટેશન જ્યાં અડધી ટ્રેન મધ્યપ્રદેશ અને અડધી ટ્રેન રાજસ્થાનમાં ઉભી રહે છે!
નવી દિલ્હીઃ શું તમને ખબર છે દિલ્લી-મુંબઈ રેલ લાઈન (Delhi-Mumbai Railway Line) પર એક એવુ સ્ટેશન છે જેનો સંબંધ બે રાજ્યો સાથે છે. આ સ્ટેશન રાજસ્થાનના (Rajasthan) ઝાલાવાડ (Jhalawar) જિલ્લા અને કોટામાં (Kota) પણ આવે છે. આ વાત થઈ રહી છે ભવાની મંડી રેલવે સ્ટેશનની (Bhawani Mandi Station) જે રાજસ્થાન અને મધ્યપ્રદેશના બે ભાગમાં વહેચાયેલું છે. આપને સાંભળીને બેશક હેરાની થશે પણ આ વાત બિલકુલ સાચી છે. આ સ્ટેશન પર ટ્રેનનું એન્જિન એક રાજ્યમાં તો ટ્રેનના ગાર્ડના ડબ્બા બીજા રાજ્યમાં ઉભા હોય છે. આવુ એક માત્ર રેલવે સ્ટેશન છે. રેલવે સ્ટેશનના એક ભાગમાં રાજસ્થાનનું બોર્ડ છે અને બીજા ભાગમાં મધ્યપ્રદેશનું બોર્ડ લાગેલુ છે.
સહિયારી સંસ્કૃતિની ઝલક:
આ સ્ટેશન પર જ્યારે ટ્રેન ઉભી રહે છે ત્યારે અડધી મધ્યપ્રદેશમાં હોય છે અને અડધી રાજસ્થાનમાં હોય છે. આવો જાણીએ આ અનોખા રેલવે સ્ટેશનની પૂરી કહાની. ભવાની મંડી સ્ટેશન રાજસ્થઆન અને એમપીની બોર્ડર પર સ્થિત હોવુ તે કેટલાક કારણોથી ખાસ છે.
અહીં આસપાસના રહેવાસીઓ પોતાના આધાર કાર્ડ અને કોઈ પણ સરકારી દસ્તાવેજ પર ભલે મધ્યપ્રદેશના ભૈંસોદમંડીનું સરનામુ અને પિનકોડ શેયર કરતા હોય પરંતુ રોજિંદા કામકાજ માટે તેઓ ચક્કર ભવાનીમંડી સ્ટેશનના લગાવતા રહેતા હોય છે. એ કારણે જ અહીં બંને પ્રદેશોની સંસ્કૃતિ જોવા મળતી હોય છે.
આ તથ્ય પણ ખાસ:
હકીકત એ છે જો અહીં પ્લેટફર્મ પર આસપાસની ટિકિટ લેવા વાળા યાત્રિકો રાજસ્થાનમાં ઉભા રહે છે અને ટિકિટ આપવાવાળા સરકારી બાબુઓ મધ્યપ્રદેશની સીમા પર બેઠા હોય છે. ભવાની મંડી રેલવે સ્ટેશન પર આવવા વાળી બધી જ ટ્રેનો એક સાથે બે રાજ્યોમાં ઉભી રહે છે. ભવાની મંડી નગરની સરહદ પર સ્થિત મકાનોની આગળના દરવાજા મધ્યપ્રદેશમાં ખુલે છે તો પાછળનો દરવાજો રાજસ્થાનમાં ખુલે છે.
બદનામ છે આ વિસ્તાર:
ભવાની મંડી વિસ્તાર સીમાવર્તી જિલ્લાના ઝાલાવાડમાં હોવાના કારણે તે નશીલા પદાર્થની તસ્કરી માટે કુખ્યાત છે. નશાનો કારોબાર અને ડ્રગ્સના તસ્કર અહીં ભૌગોળિક સ્થિતિનો ફાયદો ઉઠાવતા હોય છે. લોકો મધ્યપ્રદેશમાં અપરાધ કરીને તાત્કાલિક રાજસ્થાન આવી જતા હોય છે. કે પછી રાજસ્થાનમાં અપરાધ કરીને મધ્યપ્રદેશ માટે રવાના થઈ જાય છે. જેના કારણે બંને રાજ્યોની પોલીસને સીમા વિવાદ રહેતો હોય છે.
બની ચુકી છે ફિલ્મ:
આપને જણાવી દઈએ કે વર્ષ 2018માં આની પર એક બૉલીવુડની કૉમેડી ફિલ્મ પણ બની ચુકી છે. આ ફિલ્મનું નામ ‘Bhawani Mandi Tesan’ છે. આ ફિલ્મના નિર્દેશક સઈદ ફૈઝાન હુસૈન છે અને જયદીપ અલ્હાવત જેવા દિગ્ગજોએ અભિનય કર્યો છે.