Ajmer Sharif Dargah: આગરાના તાજમહેલ, કાશીની જ્ઞાનવાપી અને મથુરાની ઇદગાહમાં શિવાલય હોવાની ચર્ચા બાદ હવે અજમેરમાં સ્થિત વિશ્વ વિખ્યાત હજરત ખ્વાઝા ગરીબ નવાજની દરગાહ પર પણ હિંદુવાદી સંગઠને દાવો કર્યો છે. મહારાણા પ્રતાપ સેનાનું કહેવું છે કે હજરત ખ્વાઝા ગરીબ નવાજની દરગાહમાં પણ 'શિવ મંદિર' છે. હિંદુવાદી સંગઠને રાજસ્થના મુખ્યમંત્રી અને કેન્દ્ર સરકરને પત્ર લખીને તપાસની માંગ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દરગાહમાં 'શિવ મંદિર' હોવાનો દાવો
સેનાના પ્રમુખ રાજવર્ધન સિંહ પરમારના અનુસાર એક અઠવાડિયામાં તપાસ શરૂ ન થઇ તો કેન્દ્રીય મંત્રીઓ સાથે મુલાકાત કરશે. મંત્રીઓ સાથે મુલાકાતમાં કોઇ સમાધાન ન નિકળ્યું તો મોટું જન આંદોલન કરવામાં આવશે. મહારાણા પ્રતાપ સેનાના 2000થી વધુ કાર્યકર્તા અજમેર કૂચ કરશે અને આંદોલન ચલાવશે. જરૂર જણાશે તો કોર્ટમાં જઇ શકે છે. 


મહારાણા પ્રતાપ સેનાનો નવો પેંતરો
મહારાણા પ્રતાપ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજવર્ધન સિંહ પરમારના અનુસાર પત્રમાં લખ્યું છે કે ખ્વાઝા ગરીબ નવાજ દરગાહ આપણું પ્રાચીન હિંદુ મંદિર છે. દરગાહની દિવાલો અને બારીઓમાં સ્વતિકના ચિહ્ન શું સાબિત કરે છે? સેનાની માંગ છે કે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણથી સર્વે કરાવવામાં આવે. સેનાએ પત્ર રાજસ્થાન સરકારના મુખ્યમંત્રી સહિત રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, કેન્દ્ર સરકારને પણ મોકલ્યો છે. 


પત્ર આવ્યા બાદ અજમેર વહિવટીતંત્ર એલર્ટ
મહારાણા પ્રતાપ સેના તરફથી કરવામાં આવેલા દાવા બાદ અજમેર વહિવટી તંત્ર એલર્ટ થઇ ગયું છે. ગુરૂવારે વહિવટીતંત્રના અધિકારીઓએ દરગાહની મુલાકાત કરી. જિલ્લા પોલીસ અધિક્ષક વિકાસ શર્માએ જણાવ્યું હતું કે અજમેર પોલીસ એલર્ટ થઇ ગઇ છે. આખા શહેરમાં શાંતિ વ્યવસ્થા યથાવત છે. સંગઠન તરફથી કરવામાં આવેલા દાવા બાદ સોશિયલ મીડિયા પર નજર રાખી રહી છે. કોઇ અફવા પર ધ્યાન આપો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube