આખરે રાજસ્થાને ઘટાડ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, CM અશોક ગેહલોતે કરી જાહેરાત
Rajasthan Petrol Diesel Price: રાજસ્થાનની અશોક ગેહલોત સરકારે રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે.
જયપુરઃ Rajasthan Petrol Diesel Price: રાજસ્થાનની અશોક ગેહલોત સરકારે રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. મંગળવારે રાત્રે 12 કલાકથી પેટ્રોલ અને ડીઝલના ભાવ ક્રમશઃ ચાર અને પાંચ રૂપિયા પ્રતિ લીટર ઓછા થશે. આ પહેલા કેન્દ્રએ દિવાળીના એક દિવસ પહેલા ત્રણ નવેમ્બરે પેટ્રોલ પર પાંચ રૂપિયા અને ડીઝલ પર 10 રૂપિયાનો ઘટાડો કર્યો હતો.
અશોક ગેહલોતે આ નિર્ણયની જાણકારી આપતા ટ્વીટ કર્યુ- આજે મંત્રીમંડળની બેઠકમાં પેટ્રોલ/ડીઝલ પર વેટના દરમાં ઘટાડો કરવાનો સર્વસંમત્તિથી નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારબાદ આજે રાત્રે 12 કલાકથી પેટ્રોલમાં 4 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલમાં 5 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો થઈ જશે. તેનાથી રાજ્ય સરકારને 3500 રૂપિયાની વાર્ષિક આવકનું નુકસાન થશે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube