એકબાજુ લોકસભા ચૂંટણી ચાલી રહી છે. આજે છઠ્ઠા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. ત્યારે બીજી બાજુ દેશના અનેક ભાગોમાં હીટવેવના કારણે હાલ બેહાલ છે. આકાશમાંથી જાણે આગ વરસી રહી હોય તેવું લાગે છે. ભીષણ ગરમી આગળ લોકો નીસહાય જોવા મળી રહ્યા છે. સવારે 8 વાગ્યાથી લઈને સાંજે 7 વાગ્યા સુધીનો માહોલ ગરમીથી હાહાકાર મચાવી રહ્યો છે. રસ્તાઓ પર સન્નાટો છવાયેલો જોવા મળે છે. લોકો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે. પરંતુ હવામાન ખાતાની આગાહી જણાવે છે કે હજુ વર્ષારાણીને થોડી વાર છે. ગરમી એક પછી એક નવા રેકોર્ડ  બનાવી રહી છે ત્યારે રાજસ્થાનનું ફલૌદી જે સટ્ટા બજાર માટે પ્રખ્યાત છે તે હવે ગરમીના પારા માટે પણ ચર્ચામાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વખતે ગરમીમાં સૌથી વધુ તાપમાન રાજસ્થાનમાં નોંધાયુ છે. ગઈ કાલે રાજસ્થાનના ફલૌદીમાં 49 ડિગ્રી સિલ્સિયસ તાપમાન નોંધાયુ. જે અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન છે અને તેણે બાડમેરનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. રાજસ્થાનમાં હીટવેવની અસર તેજ થઈ રહી છે. રાજ્યમાં પારો 50 તરફ જઈ રહ્યો છે. શુક્રવારે પ્રદેશમાં સૌથી વધુ તાપમાન ફલૌદીમાં નોંધાયું. જ્યારે 14 શહેરોમાં દિવસનું તાપમાન 45 ડિગ્રીથી વધુ જોવા મળ્યું. ફલૌદી બાદ બાડમેરમાં 48.2 અને જેસલમેરમાં 48.3 ડિગ્રી તાપમાન નોંધાયુ. 


ફલૌદી સટ્ટા બજારની લેટેસ્ટ આગાહી, ભાજપનો ગઢ એવા આ રાજ્યમાં કોંગ્રેસ ચોંકાવી શકે


દિલ્હીમાં પણ રેકોર્ડ બની રહ્યા છે
દિલ્હીમાં પણ તાપમાન હાઈ છે. રોજ ગરમી નવા રેકોર્ડ બનાવી રહી છે. 19મી મેના રોજ નઝફગઢમાં 47.4 ડિગ્રી ગરમી પડી. જે તે સમયનો રેકોર્ડ હતો. પરંતુ 22મી મેના રોજ બાડમેરમાં 48 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયુ જેણે આ રેકોર્ડ તોડ્યો અને 223મીએ ફરીથી બાડમેરમાં જ 48.8 ડિગ્રી તાપમાન નોંધાયુ જે ફરીથી સૌથી વધુ હતું. પરંતુ ફલૌદીએ તો બધા રેકોર્ડ તોડ્યા અને 49 ડિગ્રી તાપમાન નોંધાયુ. એટલે કે ગરમી રોજ નવા નવા રેકોર્ડ બનાવે છે અને તોડે છે. ફલૌદીમાં નોંધાયેલું આ તાપમાન અત્યાર સુધીનું સીઝનનું સૌથી વધુ છે. 


ફલૌદી સટ્ટા બજારની આગાહીએ ફરી ચોંકાવ્યા, અતિ મહત્વના રાજ્યમાં ભાજપની સીટો ઘટાડી


ગરમીના રેકોર્ડ
- 5મી મે 2003ના રોજ તિતલાગઢમાં 50.1 ડિગ્રી  સેલ્સિયસ
- 10મી મે 1956ના રોજ અલવરમાં 50.6 ડિગ્રી સેલ્સિયસ
- 18 મે 2016ના રોજ ફલૌદીમાં 50.5 ડિગ્રી સેલ્સિયસ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube