Rajasthan Politcal Crisis: ભાજપના MLA એ સચિન પાઈલટને આપી ઓફર, `ઘરે બેઠા લક્ષ્મી આવે તો ઠુકરાવવી જોઈએ નહીં`
Rajasthan Political Drama: માલવીય નગરથી ભાજપના વિધાયક સરાફે કોંગ્રેસની હાલની સ્થિતિ પર ખુબ મજા લીધી. તેમણે કહ્યું કે કોંગ્રેસ ડૂબતું જહાજ છે અને તેમાં જે પણ બેઠું છે તે પોતાના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે આમ તેમ ભાગી રહ્યું છે. જનતા એ વાતની રાહ જોઈ રહી છે કે આ મહિનામાં ડૂબે છે કે પછી 2 મહિના કે 6 મહિના બાદ ડૂબે છે.
Rajasthan Political Drama: રાજસ્થાનમાં રાજકીય સંકટ અને કોંગ્રેસના આંતરિક કલેહ વચ્ચે ભાજપના એક ધારાસભ્યનું મોટું નિવેદન સામે આવ્યું છે. ભાજપના ધારાસભ્ય કાલીચરણનું કહેવું છે કે અમારા દરવાજા સંપૂર્ણ રીતે ખુલ્લા છે. જો કોંગ્રેસની સરકાર પડશે અને કોઈ તે સરકારને પાડવામાં ભાજપની મદદ કરશે તો એવા વ્યક્તિનો અમે સહયોગ કરીશું. કોંગ્રેસના આ ડ્રામામાં ભાજપની કોઈ ભૂમિકા નથી. આ તેમનો આંતરિક મામલો છે. પરંતુ ઘરે બેઠા લક્ષ્મી આવે તો તેને ઠુકરાવવી જોઈએ નહીં. એવું કહેવાય છે કે તેમણે ઈશારા ઈશારામાં સચિન પાઈલટને આ ઓફર આપી દીધી છે.
કોંગ્રેસ ડૂબતું જહાજ
માલવીય નગરથી ભાજપના વિધાયક સરાફે કોંગ્રેસની હાલની સ્થિતિ પર ખુબ મજા લીધી. તેમણે કહ્યું કે કોંગ્રેસ ડૂબતું જહાજ છે અને તેમાં જે પણ બેઠું છે તે પોતાના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે આમ તેમ ભાગી રહ્યું છે. જનતા એ વાતની રાહ જોઈ રહી છે કે આ મહિનામાં ડૂબે છે કે પછી 2 મહિના કે 6 મહિના બાદ ડૂબે છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube