રાજ્યપાલને મળવા પહોંચ્યા CM અશોક ગેહલોત, બહાર કોંગ્રેસ ધારાસભ્યોનો જમાવડો
રાજસ્થાન હાઇકોર્ટ (Rajasthan High Court) દ્વારા સ્પીકર સીપી જોશી (CP Joshi)ના નોટિસ પર સ્ટે લગાવવાના નિર્ણય બાદ પ્રદેશમાં રાજકિય હલચલ વધી ગઇ છે. ગેહલોત સરકાર પર ફરી એકવાર સંકટના વાદળો ઘેરાયા છે. તેને જોતા સીએમ અશોક ગેહલોત (Ashok Gehlot) રાજ્યપાલ કલરાજ મિશ્રને મળવા પહોંચ્યા છે. તેમણે રાજ્યપાલને વિધાનસભા સત્ર બોલાવવાની માગ કરી અને કહ્યું છે કે, જનતાએ રાજભવનને ઘેરી લીધુ તો અમારી જવાબદારી નહીં.
નવી દિલ્હી: રાજસ્થાન હાઇકોર્ટ (Rajasthan High Court) દ્વારા સ્પીકર સીપી જોશી (CP Joshi)ના નોટિસ પર સ્ટે લગાવવાના નિર્ણય બાદ પ્રદેશમાં રાજકિય હલચલ વધી ગઇ છે. ગેહલોત સરકાર પર ફરી એકવાર સંકટના વાદળો ઘેરાયા છે. તેને જોતા સીએમ અશોક ગેહલોત (Ashok Gehlot) રાજ્યપાલ કલરાજ મિશ્રને મળવા પહોંચ્યા છે. તેમણે રાજ્યપાલને વિધાનસભા સત્ર બોલાવવાની માગ કરી અને કહ્યું છે કે, જનતાએ રાજભવનને ઘેરી લીધુ તો અમારી જવાબદારી નહીં.
આ પણ વાંચો:- રામ મંદિરના ભૂમિ પૂજનનો માર્ગ સ્પષ્ટ, અલ્હાબાદ હાઈકોર્ટે ફગાવી સાકેત ગોખલેની અરજી
જયપુરના બાહરી ક્ષેત્રમાં સ્થિત એક હોટલથી ગેહલોત સમર્થક ધારાસભ્યો બસોમાં બેસી લગભગ બપોરે 2.30 કલાકે રાજભવન પહોંચ્યા હતા. આ ધારાસભ્યો વિધાનસભા સત્ર બોલાવવા માટે રાજ્યપાલ કલરાજ મિશ્રને સામૂહિક આગ્રહ કરવા પહોંચ્યા છે. માકપાના ધારાસભ્ય બલવાન પૂનિયાં અને બસપાથી કોંગ્રેસમાં સામેલ થયેલા ધારાસભ્ય પણ તેમાં સામેલ છે.
રાહુલ ગાંધીના ઈશારે થઈ રહ્યો છે શ્રીરામ મંદિરના ભૂમિ પૂજનનો વિરોધ?
તો બીજી તરફ ભાજપની રાજસ્થાન એકમના અધ્યક્ષ સતીશ પૂનિયાએ કહ્યું કે, મુખ્યમંત્રી અશોક ગેહલોતને વિધાનસભા સત્ર બોલાવવાને લઇ આટલા અધીર થવું જોઇએ નહીં.
તેમણે કહ્યું કે, હું માનું છું કે આ બધી પરિસ્થિતિઓમાં કાયદાકીય અવકાશ, બંધારણીય ક્ષેત્રમાં રહીને, ધૈર્યથી લડવું જોઈએ. ભાજપ નેતાએ કહ્યું, દરેક વ્યક્તિની પોતાની બંધારણીય અને કાનૂની ભૂમિકા હોય છે. મને લાગે છે કે તેઓએ આટલા અધીરા ન થવું જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube