રાજસ્થાન: સ્પીકરે SC માં કહ્યું- મને કારણ દર્શક નોટીસ આપવાનો અધિકાર, પાયલટ- અમારો પક્ષ પણ સાંભળો
રાજસ્થાનમાં સત્તારૂઢ કોંગ્રેસ પાર્ટીનો રાજકીય ડ્રામા સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. રાજસ્થાનના સ્પીકર સીપી જોશીએ હાઇકોર્ટના આદેશ વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.
નવી દિલ્હી: રાજસ્થાનમાં સત્તારૂઢ કોંગ્રેસ પાર્ટીનો રાજકીય ડ્રામા સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. રાજસ્થાનના સ્પીકર સીપી જોશીએ હાઇકોર્ટના આદેશ વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. સ્પીકરે હાઇકોર્ટના તે આદેશને પડકાર્યો છે જેમાં કોર્ટે 24 તારીખ સુધી સચિન પાયલટ અને તેમના જૂથના 18 ધારાસભ્યો વિરૂદ્ધ કાર્યવાહી ન કરવાની વાત કહી છે. સીપી જોશીએ કહ્યું કે સ્પીકર પાસે કારણ દર્શ નોટીસ આપવાનો અધિકાર છે.
તેના પર સચિન પાયલટ જૂથે સુપ્રીમ કોર્ટમાં કેવિએટ દાખલ કરતાં કહ્યું કે તેમનો પક્ષ સાંભળ્યા વિના કોઇ આદેશ જાહેર ન કરે.