નવી દિલ્હી: કોંગ્રેસ સચિન પાયલટ અને અશોક ગેહલોત વચ્ચે સમાધાનનો પ્રયત્ન કરવામાં લાગી છે. રાજસ્થાનના રાજકીય સંકટને ઉકેલવાની જવાબદારી પ્રિયંકા ગાંધીને મળી છે. પ્રિયંકા વાઢેરાએ સચિન પાયલટને ફોન કરી વાતચીત કરી છે. 2018માં પણ પ્રિયંકાએ જ અશોક ગેહલોત અને સચિન પાયલટને સમજાવવાનું કામ કર્યું હતું. બીજી તરફ રાહુલ ગાંધીએ અશોક ગેહલોત સાથે ફોન પર વાતચીત કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પહેલાં જયપુરમાં સીએમ આવાસ પર કોંગ્રેસના ધારાસભ્યની બેઠકમાં 101 ધારાસભ્યો પહોંચ્યા હતા. બેઠકમાં સચિન પાયલટ જુથના 10 ધારાસભ્ય પણ સામેલ થયા. રાજસ્થાનના કોંગ્રેસ ધારાસભ્યોને હોટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. જયપુરથી 20 કિલોમીટર દૂર ફેર મોન્ટ હોટલમાં ધારાસભ્ય શિફ્ટ કરવામાં આવ્યા. 


રાજસ્થાનમાં અશોક ગેહલોત સરકાર પર ચાલી રહેલા સંકટનું સમાધાન કાઢવા માટે પહોંચેલા કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પત્રકાર પરિષદમાં કહ્યું કે સચિન પાયલટ માટે કોંગ્રેસના દરવાજા હંમેશા ખુલા છે. જો સચિન પાયલટને કોઇ ફરિયાદ છે તો પાર્ટી બેઠકમાં પોતાની રજૂ કરી શકે છે. સુરજેવાલએ કહ્યું કે ગત 48 કલાકમાં સચિન પાયલટ સાથે ઘણીવાર ચર્ચા કરવામાં આવી છે. કોંગ્રેસ નેતા સુરજેવાલએ કહ્યું કે અત્યાર સુધી સચિન પાયલટનું કોઇ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી, એવામાં અમે કેવી માની લઇએ કે તે અમારી સાથે નથી. તેમની વાત સાંભળવામાં આવશે, સમજવામાં આવશે, આજે જ રાજસ્થાનમાં આજની માંગ છે. 


કોંગ્રેસને પોતાના ધારાસભ્યોના તૂટવાનો ખતરો લાગી રહ્યો છે. એટલા માટે કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને જયપુરની હોટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતના આવાસ પર જયપુરમાં કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક થઇ. બેઠકમાં લગભગ 101 ધારાસભ્ય પહોંચ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube