હું ઇચ્છું છું કે આગામી 5 વર્ષમાં પાર્ટીના અડધા મુખ્યમંત્રી મહિલા હોય: રાહુલ ગાંધી
રાહુલે કહ્યું મે નિર્ણય લીધો છે કે દરેક રાજ્યમાં જિલ્લા પરિષદથી મુખ્યમંત્રી સ્તર સુધી મહિલાઓને પ્રમોટ કરવામાં આવશે
કોટા : રાજસ્થાન વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખી બે દીવસીય મુલાકાતનાં બીજા દિવસે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અહીં કહ્યું કે, તેઓ પોતાનાં સંગઠનમાં મહિલાની ભાગીદારી વધારવા માંગે છે. રાહુલના અનુસાર તેઓ ઇચ્છે છે કે આગામી પાંચ સાત વર્ષમાં પાર્ટીના મુખ્યમંત્રીઓમાંથી અડધી મહિલાઓ હોય. તેમણે કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ સ્વરૂપે તેઓ પાર્ટી સંગઠન તથા પાર્ટીની તરફથી ચૂંટાતા પ્રતિનિધિઓની સંખ્યામાં મહિલાઓની ભાગીદારી વધારવા માંગે છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, હું કોંગ્રેસ અધ્યક્ષ હોવાનાં કારણે પાર્ટીમાં બે ત્રણ મોટા પરિવર્તન લાવવા માંગુ છું. મારુ લક્ષ્યાંક છે કે આ સંગઠનમાં મહિલાઓને યોગ્ય સ્થાન અપાવું. હું ઇચ્છું છું કે દરેક રાજ્યમાં મંચાસીન નેતાઓની યાદીમાં પછી તે મુખ્યમંત્રીઓની યાદી હોય, પછી તે મહાસચિવોની યાદી હોય, પછી તેઓ મંત્રીઓ, પ્રધાનો, એમએલએ, એપીની યાદીમાં હોય તેમાં ઓછામાં ઓછા 30, 35 અને 40 ટકા મહિલાઓનાં નામ હોય.
જીતવાની ક્ષમતા જો કોઇ કસોટી હોય તો તેમનું માનવું છે કે મહિલાઓ પણ જીતી શકે છે અને પાર્ટી રાજસ્થાન, મધ્યપ્રદેશ તથા છત્તીસગઢની ચૂંટણીની સક્ષમ કર્મઠ મહિલાઓની ભલામણને વિધાનસભા મોકલશે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ સ્વરૂપે મહિલાઓની ભલામણ કરવા તેમનો પક્ષ લેવાનાં તૈયાર છે પરંતુ મહિલાઓને પણ રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત તમામ રાજ્યોમાં કામ કરવું પડશે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, મે નિર્ણય કરી લીધો છે કે દરેક રાજ્યમાં પહેલા જિલ્લા પરિષદ, પ્રધાન સ્તર પર મહિલાઓને પ્રમોટ કરવામાં આવશે. ત્યાર બાદ ધારાસભ્ય અને સાંસદ સ્તર પર પ્રવેશ અપાવાશે. ત્યાર બાદ હું ઇચ્છું છું કે આજથી ચાર,પાંચ, છ, સાત વર્ષ બાદ અમારી 50 ટકા મુખ્યમંત્રી મહિલા હોય.