Udaipur Double Murder: દુનિયા ચંદ્ર પર પહોંચી ગઈ પણ  છતાં આપણા દેશમાં હજુ કેટલાક લોકો તંત્ર-મંત્ર જેવી અંધવિશ્વાસુ વસ્તુઓમાં ગૂંચવાયેલા રહે છે. આવો જ કઈક મામલો રાજસ્થાનના ઉદયપુરથી સામે આવ્યો છે જ્યાં ઉદયપુરના ગોગુન્દા પોલીસ મથક વિસ્તારમાં ભાલેશ જોશી નામના તાંત્રિકની ડબલ મર્ડરના આરોપમાં હત્યા કરી નાખવામાં આવી છે. આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે તે ગોગુન્દાના ભાદવી ગુડામાં તંત્ર વિદ્યાનું કામ કરે છે અને જે કપલની તેણે હત્યા કરી હતી તે તેને બદનામ કરવાની ધમકી આપતું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે આ મામલો
ડબલ મર્ડરનો આ મામલો ગોગુન્દાનો છે જ્યાં પોલીસને જંગલમાંથી બે મૃતદેહો મળી આવ્યા હતા. આ બંને મૃતદેહની ઓળખ રાહુલ મીણા (શિક્ષક) અને સોનું કુંવર તરીકે થઈ હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે રાહુલ અને સોનું બંને એક્સ્ટ્રા મેરિટલ અફેરમાં હતા અને એક સાથે આવવા માટે તેઓ વશીકરણનો સહારો લેવા માંગતા હતા. આ માટે તેઓ 52 વર્ષના ભાલેશ જોશીને મળ્યા જે ગામમાં તંત્રવિદ્યાનું કામ કરતો હતો. 


આ Video પણ ખાસ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube