રાજસ્થાનમાં રાજ્ય સરકારે સામાન્ય માણસોને મોટી રાહત આપી છે અને સાથે સાથે સરકારી કર્મચારીઓને પણ મોટી ભેટ આપી છે. અહીં પેટ્રોલ અને ડીઝલમાં વેટમાં બે ટકા ઘટાડો કરવામાં આવ્યો છે. જેના પગલે પેટ્રોલ 1.40 રૂપિયા થી લઈને 5.30 રૂપિયા સુધી સસ્તું થયું છે. ડીઝલ 1.34 રૂપિયાથી લઈને 4.85 રૂપિયા સુધી સસ્તું થયું છે. સીએમ ભજનલાલ શર્માએ જણાવ્યું કે પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઓછું કરવાથી રાજ્ય સરકાર પર 1500 કરોડ રૂપિયાનો ભાર આવશે. પેટ્રોલિયમ પદાર્થોના ઘટેલા ભાવ શુક્રવાર સવારથી 6 વાગ્યાથી લાગૂ  થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યના કર્મચારીઓને પણ ભેટ
બીજી બાજુ રાજ્યના કર્મચારીઓનું પણ ડીએ 2 ટકા વધારવામાં આવ્યું છે. તેનાથી 4.40 લાખ પેન્શનર્સનું પેન્શન વધશે અને લાખો સરકારી  કર્મચારીના પગારમાં વધારો થશે. લોકસભા ચૂંટણી પહેલા રાજસ્થાનમાં ભજનલાલ સરકારે મોટી રાહત આપી છે. રાજસ્થાનમાં કેબિનેટની બેઠક બાદ આ નિર્ણય લેવાયો છે. અત્રે જણાવવાનું કે હાલ રાજસ્થાનમાં પેટ્રોલ પર 31 ટકા અને ડીઝલ પર 19 ટકા વેટ લાગે છે. 


પહેલીવાર સીએમ બન્યા છે ભજનલાલ
અત્રે જણાવવાનું કે સાંગાનેર વિધાનસભા બેઠકથી વિધાસભ્ય બનેલા ભજનલાલ શર્મા રાજસ્થાનના નવા મુખ્યમત્રી છે. ભરતપુરના રહીશ ભજનલાલ શર્મા સંગઠનમાં લાંબા સમયથી કાર્યરત છે. તેઓ પ્રદેશના મહામંત્રી તરીકે કામ કરતા આવ્યા છે. ભાજપે તેમને પહેલીવાર જયપુરની સાંગાનેર જેવી સુરક્ષિત બેઠકથી ચૂંટણી લડાવી અને પહેલીવારમાં જ તેઓ સીએમ બન્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube