સેક્સ CD સ્કેંડલ: છત્તીસગઢ કોંગ્રેસ અધ્યક્ષ ભૂપેશ બધેલ 8 ઓક્ટોબર સુધી જેલ
પ્રદેશનાં PWD મંત્રી રાજેશ મૂણતે આરોપ લગાવ્યો કે ભૂપેશ બધેલે સેક્સ સીડી વહેંચીને તેમની છબી ખરાબ કરવાનો પ્રયાસ કર્યો.સીબીઆઇ આ મુદ્દે તપાસ કરી રહી છે
રાયપર : પ્રદેશનાં PWD મંત્રી રાજેશ મૂણતની કથિત સેક્સ D મુદ્દે છત્તીસગઢ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષને કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે. સીબીઆઇ સ્પેશ્યલ કોર્ટે બધેલને 15 દિવસની કસ્ટડીમાં મોકલી દીધા છે. આ મુદ્દે આગામી સુનવણી 8 ઓખ્ટોબરે થશે. આ મુદ્દે આજે સીબીઆઇએ કોર્ટમાં ફાઇનલ ચાર્જશીટ રજુ કરી હતી. આ મુદ્દે અન્ય આરોપી પત્રકાર વિનોદ વર્મા અને વિજય ભાટિકાને કોર્ટે જામીન પર મુક્ત કર્યા છે.
બે આરોપીઓને મળ્યા જામીન
રાજેશ મૃણત સેક્સ સ્કેન્ડલ મુદ્દે તેની ફરિયાદ અંગે પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ ભુપેશ બધેલ, વિનોદ વર્મા અને વિજય ભાટિયા સહિત ઘણા લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. ત્યાર બાદ આ મુદ્દે તપાસ CBIને સોંપી દેવામાં આવી. મળતી માહિતી અનુસાર ભૂપેશ બધેલે કોર્ટમાં જામીનની અરજી પણ નથી કરી. જે બે આરોપીઓએ જામીનની અરજી લગાવી, તેમને 1-1 લાખના જાત જામીન પર જામીન મળી ગઇ.
પગે ચાલીને કોર્ટ પહોંચ્યા બધેલ
ભૂપેશ બધેલ પોતાના સમર્થકો સાથે પગે ચાલીને કોર્ટમાં પહોંચ્યા. તેમણે સરકાર પર સીબીઆઇનાં દુરૂપયોગનો આરોપ લગાવ્યો. તેમણે મીડિયા કર્મચારીએ કહ્યું કે, સરકારનાં દબાણમાં આવીને સીબીઆઇએ ઝડપથી રજુઆત કરી. એટલા માટે તેઓ જામીન નહી લે અને જેલમાં આંદોલન કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સીબીઆઇની તરફથીકોર્ટમાં પહેલીવાર જે ચલણ રજુ કરવામાં આવ્યું હતું તેમાં ઘણી ભુલ હતી, ત્યાર બાદ સીબીઆઇએ બીજી વાર ચલણ રજુ કર્યું હતું.
કોંગ્રેસે સીબીઆઇના દુરૂપયોગનો આરોપ લગાવ્યો
આ મુદ્દે ભાજપ નેતાઓનું કહેવું છે કે કોંગ્રેસ જાતે કરીને રાજનીતિ કરી રહી છે. પહેલા સીબીઆઇ તપાસની માંગ કરે છે. જ્યારે સરકારે સીબીઆઇતપાસનાં આદેશ આપ્યા તો, આ આરોપ લગાવાઇ રહ્યો છે કે સરકાર સીબીઆઇનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે.
રાજેશ મૂણતે ભૂપેશ બધેલ સહિત ઘણા લોકો પર આરોપ લગાવ્યો હતો કે તેમણે સેક્સ સીડી બનાવી હતી અને ત્યાર બાદ જનતાની વચ્ચે તેને વહેંચવામાં આવ્યો. આ મુદ્દે તેમની છબીને નુકસાન પહોંચાડવાના પ્રયાસ કરવામાં આવ્યો. આ મુદ્દે સીબીઆઇ અત્યાર સુધી ઘણા લોકોની પુછપરછ કરી ચુકી છે.