પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી હત્યાકાંડ મામલે સુપ્રીમ કોર્ટે આજે મહત્વનો ચુકાદો આપ્યો. નલિની શ્રીહર સહિત તમામ 6 દોષિતોને છોડી મૂકવાનો આદેશ અપાયો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાજ્યપાલે પગલું ન ભર્યું તો અમે ઉઠાવી રહ્યા છીએ. તેમણે કહ્યું કે દોષિત પેરારીવલનના છૂટકારાનો આદેશ અન્ય દોષિતોને પણ લાગૂ પડશે. દોષિત નલિની અને આરપી રવિચંદ્રનની સમય પહેલા છૂટકારાની માગણી પર સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ 6 લોકોનો થશે છૂટકારો
રાજીવ ગાંધી હત્યાકાંડમાં નલિની, રવિચંદ્રન, મુરુગન, સંથન, જયકુમાર, અને રોબર્ટ પોયસને છોડી મૂકવાનો આદેશ કરાયો છે. પેરારિવલનનો અગાઉ છૂટકારો થઈ ચૂક્યો છે. સુપ્રીમ કોર્ટે 18મી મેના રોજ સારા વર્તનના કારણે પેરારિવલનને છોડી મૂકવાનો આદેશ કર્યો હતો. જસ્ટિસ એલ નાગેશ્વરની બેન્ચે આર્ટિકલ 142નો ઉપયોગ કરતા આ આદેશ આપ્યો હતો. 


31 વર્ષ પહેલા થઈ હતી હત્યા
21મી મે 1991ના રોજ તામિલનાડુમાં એક ચૂંટણી રેલી દરમિયાન આત્મઘાતી હુમલામાં રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી હતી. તેમને એક મહિલાએ માળા પહેરાવી અને ત્યારબાદ વિસ્ફોટ થયો હતો. આ દુર્ઘટનામાં 18 લોકોના જીવ ગયા હતા. આ મામલે કુલ 41 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. 12 લોકોના મોત થઈ ચૂક્યા છે જ્યારે 3 ફરાર થઈ ગયા હતા. અન્ય 26 પકડાયા હતા. જેમાં શ્રીલંકન અને ભારતીય નાગરિકો હતા. ફરાર આરોપીઓમાં પ્રભાકરન, પોટ્ટુ ઓમ્માન, અને અકીલા હતા. આરોપીઓ પર ટાડા  કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી. સાત વર્ષ સુધી કાનૂની કાર્યવાહી ચાલી અને ત્યારબાદ 28 જાન્યુઆરી 1998ના રોજ ટાડા કોર્ટે હજાર પાનાનો ચુકાદો સંભળાવ્યો. જેમાં તમામ 26 આરોપીઓને મોતની સજા સંભળાવી. 


આ વીડિયો પણ ખાસ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube