રાજીવ કુમાર હશે ભારતના નવા મુખ્ય ચૂંટણી કમિશનર, 15 મેથી સંભાળશે પદભાર
1984 બેચના આઈએએસ અધિકારી રાજીવ કુમારની નિમણૂક નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે કરવામાં આવી છે. કાયદા મંત્રી કિરણ રિજિજૂએ ટ્વીટ કરી આ માહિતી આપી છે.
નવી દિલ્હીઃ કાયદા મંત્રાલયે 1984 બેચના આઈએએસ અધિકારી રાજીવ કુમારની ભારતના નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક કરી છે. તે 15 મેથી પોતાનો કાર્યભાર સંભાળશે. આ વાતની જાણકારી કાયદા મંત્રાલયના એક પત્ર દ્વારા મળી છે. મહત્વનું છે કે વર્તમાન મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાનો કાર્યકાળ 14 મેએ પૂર્ણ થઈ રહ્યો છે. તેવામાં રાજીવ કુમાર 15 મેથી પોતાનો કાર્યભાર સંભાળશે. કાયદા મંત્રાલય પ્રમાણે રાજીવ કુમારને આગામી મુખ્ય ચૂંટણી કમિશનર બનાવવામાં આવી રહ્યા છે અને તે 15 મેથી પોતાનો કાર્યભાર સંભાળશે. દેશમાં આગામી ગુજરાત, હિમાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ચૂંટણી થવાની છે. આ ચૂંટણી રાજીવ કુમારના નેતૃત્વમાં થશે.
અનેક મહત્વની જવાબદારી સંભાળી ચુક્યા છે રાજીવ કુમાર
રાજીવ કુમાર 1984 બેચના ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સેવાના અધિકારી છે. તેમનો જન્મ 19 ફેબ્રુઆરી 1960ના થયો હતો. રાજીવ કુમારે 2020માં ચૂંટણી પંચમાં ચૂંટણી કમિશનર તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. આ પહેલા તેઓ ઉદ્યમ પસંદગી બોર્ડના અધ્યક્ષ પણ રહી ચુક્યા છે. રાજીવ કુમાર પાસે વહીવટી સેવાનો 36 વર્ષ જેટલો અનુભવ છે. તેમણે કેન્દ્ર સરકારના મંત્રાલયો સિવાય બિહાર અને ઝારખંડ કેડરમાં વર્ષો સુધી પોતાની સેવાઓ આપી છે. રાજીવ કુમાર કેન્દ્રીય નાણા સચિવના પદ પરથી વર્ષ 2020માં નિવૃત્ત થયા હતા.
ચૂંટણી પંચે 15 રાજ્યોની 57 સીટ પર રાજ્યસભા ચૂંટણીની કરી જાહેરાત, 10 જૂને પરિણામ
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube