રાહુલ ગાંધીનો વ્યંગ, રાજનાથ સિંહે શાયરાના અંદાજમાં આપ્યો જવાબ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા દાવો કરવામાં આવ્યો કે, પોતાનીસીમાની સુરક્ષા કરનારો ઇઝયારેલ અને અમેરિકા બાદ ભારત જ એકમાત્ર દેશ છે. આ અંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે તેમના પર વ્યંગ કર્યો હતો. જેનો સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે રાહુલ ગાંધીને મુંહતોડ જવાબ આપ્યો હતો. રાજનાથ સિંહે મિર્ઝા ગાલીબનો એક શેર સંભળાવીને જવાબ આપ્યો હતો. ‘हाथ’ में दर्द हो तो दवा कीजै,‘हाथ’ ही जब दर्द हो तो क्या कीजै.
નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા દાવો કરવામાં આવ્યો કે, પોતાનીસીમાની સુરક્ષા કરનારો ઇઝયારેલ અને અમેરિકા બાદ ભારત જ એકમાત્ર દેશ છે. આ અંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે તેમના પર વ્યંગ કર્યો હતો. જેનો સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે રાહુલ ગાંધીને મુંહતોડ જવાબ આપ્યો હતો. રાજનાથ સિંહે મિર્ઝા ગાલીબનો એક શેર સંભળાવીને જવાબ આપ્યો હતો. ‘हाथ’ में दर्द हो तो दवा कीजै,‘हाथ’ ही जब दर्द हो तो क्या कीजै.
Nirav Modi ને મોટો ઝટકો: કોર્ટે આપ્યો આટલા કરોડની સંપત્તી જપ્ત કરવાનો આદેશ
આ અગાઉ રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું હતું કે, તમામ લોકો સીમાઓની વાસ્તવિકતા જાણે છે, પરંતુ શાહ યદ (શાયદ કદાચ) આ કોઇનાં હૃદયને ખુશ રાખવા માટેનો એક સારો વિચાર છે. ઉલ્લેખનીય છે કે, રવિવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બિહારમાં એક જાહેર રેલીને સંબોધિત કરતા શાહે કહ્યું કે, ભારતની રક્ષાનીતિને વૈશ્વિક સ્વિકૃતી પ્રાપ્ત થઇ છે. ભારત પોતાની સીમાઓના સંરક્ષણ કરવા બાબતે અમેરિકા અને ઇઝરાયેલ બાદ ત્રીજો દેશ છે.
CM શિવરાજે પૂર્વ કોંગ્રેસ સરકાર પર સાધ્યું નિશા, કહ્યું દલાલોનો અડ્ડો હતો સચિવાલય
આ અગાઉ 3 જૂને રાહુલ ગાંધીએ લદ્દાખમાં ચીનની સાથે સૈન્ય વિવાદ અંગે કેન્દ્ર સરકાર પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે ટ્વીટ કર્યું હતું, શું ભારત સરકાર તે વાતની પૃષ્ટી કરે છે કે કોઇ ચીનીસૈનિક ભારતમાં નથી આવ્યો. અત્રે ઉલ્લેખીય છે કે, ચીન સાથે થયેલા સીમા વિવાદમાં ચીને હાલ પુરતા તો પોતાના સૈનિકોને પરત બોલાવી લીધા છે. પરંતુ ચીન વારંવાર સૈન્ય ગતિવિધિ કર્યા કરે છે જેના કારણે સીમા પર ભારતીય જવાનો અને ચીની જવાનો વચ્ચે ઘર્ષણ સર્જાયા કરે છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube