ટ્રોલિંગ વિવાદઃ 10 દિવસ બાદ સુષમાના બચાવમાં આવી સરકાર, રાજનાથ બોલ્યા- આ ખોટું છે
આ સંપૂર્ણ ઘટનાક્રમને વિદેશ પ્રધાન સુષમા સ્વરાજના પતિ સ્વરાજ કૌશલે પણ ખોટો ગણાવ્યો છે. સરકાર તરફથી આ મામલામાં મૌન વચ્ચે રાજનાથ સિંહનું નિવેદન મહત્વનું થઈ જાય છે.
નવી દિલ્હીઃ ગૃહ પ્રધાન રાજનાથ સિંહે લખનઉ પાસરોર્ટ મામલામાં ટ્વીટર ટ્રોલનો શિકાર થયેલા વિદેશ પ્રધાન સુષમા સ્વરાજના બચાવમાં આવ્યા છે. રાજનાથ સિંહે ટ્વીટર પર સુષમા વિરુદ્ધ કરાય રહેલી અભદ્ર ટિપ્ણીઓને અયોગ્ય ઠેરવતા તેની નિંદા કરી છે. કેન્દ્ર સરકાર તરફથી કોઈ મંત્રીએ સુષમા સ્વરાજના બચાવમાં આશરે 10 દિવસ બાદ કોઈ નિવેદન આવ્યું છે.
આ સંપૂર્ણ ઘટનાક્રમને વિદેશ પ્રધાન સુષમા સ્વરાજના પતિ સ્વરાજ કૌશલે પણ ખોટો ગણાવ્યો છે. સરકાર તરફથી આ મામલામાં મૌન વચ્ચે રાજનાથ સિંહનું નિવેદન મહત્વનું થઈ જાય છે.
વિદેશ પ્રધાને 24 જૂને ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે, તેઓ ભારતની બહાર છે અને તેમને પાસપોર્ટ વિવાદ વિશે જાણકારી નથી. આ પહેલા તેમને સતત ટ્વીટર પર ટ્રોલ કરવામાં આવતા હતા. સુષમા સ્વરાજે પોતાની વિરુદ્ધ કરેલા કેટલાક ટ્વીટસને રિ-ટ્વીટ પણ કર્યા હતા.
ટ્રોલ વિવાદના આશરે 10 દિવસ બાદ ગૃહપ્રધાન રાજનાથ સિંહની ટિપ્પણી ખૂબ મહત્વની બની જાઈ છે. કારણ કે આ પહેલા સરકારના કોઈ મંત્રી કે ભાજપના વરિષ્ઠ નેતાએ આ મામલામાં કોઈ નિવેદન આપ્યું નથી. માનવામાં આવી રહ્યું હતું કે સુષમા સ્વરાજ આ મામલે એકલા પડી ગયા છે, જ્યારે કેટલાક વિપક્ષી નેતા આ વિવાદમાં સુષમાની સાથે ઉભા જોવા મળ્યા હતા.
સુષમા સ્વરાજના પતિ સ્વરાજ કૌશલે એક ટ્રોલને આપેલા ભાવુક જવાબમાં કર્યું કે, ટ્વીટર યૂઝરના આકરા શબ્દોએ તેમના પરિવારને અસહનિય દુખ આપ્યું છે. આશરે 24 કલાક સુધી ચાલેલા આ સર્વેમાં 1,24,305 લોકોએ ભાગ લીધો. તેમાં 57 ટકા લોકોએ સુષમા સ્વરાજનું સમર્થન કર્યું તો 43 ટકા લોકોએ ટ્રોલ્સનું સમર્થન કર્યું.