Rajnath Singh to Farmers : રાજનાથ બોલ્યા- કિસાનોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યાં છે... કૃષિ કાયદામાં સંશોધન કરી શકે છે સરકાર
છેલ્લા ઘણા દિવસથી કૃષિ કાયદા અને કિસાન આંદોલનનો મુદ્દે રોડથી લઈને સંસદ સુધી છવાયેલો છે. વિપક્ષ ખાસ કરીને કોંગ્રેસ સરકાર પર આક્રમક છે તો સરકારનું કહેવું છે કે કિસાન અફવાઓનો શિકાર થયા છે.
નવી દિલ્હીઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહ (rajnath singh) એ ગુરૂવારે કહ્યુ કે, સરકાર નવા કૃષિ કાયદા (Farm laws) ખુલી ચર્ચા કરવા તૈયાર છે અને જરૂર પડવા પર તેમાં સંશોધન કરી શકે છે. તેમણે કહ્યું કે, કાયદાની વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા કિસાનોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. રાજનાથ સિંહે કહ્યુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ સંસદમાં સ્પષ્ટ કર્યુ છે કે વર્તમાન એમએસપી (મિનિમમ સપોર્ટ પ્રાઇઝ) ની વ્યવસ્થા જારી રહેશે અને નવા કાયદામાં કિસાનોના ઉત્પાદનનો સોદો થશે, ન કે તેની જમીનનો.
મધ્યપ્રદેશ સરકાર દ્વારા આયોજીત એક ઓનલાઇન કાર્યક્રમને સંબોધિત કરતા રક્ષામંત્રીએ કહ્યુ કે, કિસાનોના ઉત્પાદનનું યોગ્ય મૂલ્ય અપાવવા અને દેશમાં ગમે ત્યાં કૃષિ ઉત્પાદન વેચવા માટે નવા કાયદા બન્યા હતા. તેમણે કહ્યું 'ભ્રમનો માહોલ ઉભો કરવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે, જથ્થાબંધ બજાર બંધ થઈ જશે, એમએસપીની વ્યવસ્થા ખતમ થઈ જશે અને કિસાનોએ જમીન ગિરવે મુકવી પડશે.'
આ પણ વાંચોઃ કૃષિ કાયદાની વાત કરી લોકસભામાં બોલ્યા Rahul Gandhi- 'અમે બે, અમારા બે'ની સરકાર
તેમણે કહ્યું કે, કિસાનો (kisan andolan) ને ગેરમાર્ગે દોરવામાં આવ્યા અને 'પોતાના સ્વાર્થ' માટે આ ભ્રમ પેદા કરવામાં આવ્યો. તેમણે કહ્યુ, પ્રધાનમંત્રી મોદીએ હાલમાં સંસદમાં સ્પષ્ટ રૂપથી કહ્યુ કે, એમએસપી હતું, એમએસપી છે અને એમએસપી રહેશે. રક્ષામંત્રીએ કહ્યુ, 'આ કૃષિ કાયદા પર વાર્તા માટે સરકાર તૈયાર છે અને જરૂર પડવા પર તેમાં સંશોધન કરી શકે છે.'
ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદા (Farm laws) ના વિરોધમાં દિલ્હીની સરહદો પર હજારો કિસાન છેલ્લા અઢી મહિના કરતા વધુ સમયથી વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. સરકાર અને કિસાનો વચ્ચે ઘણા રાઉન્ડની ચર્ચા થઈ પણ કોઈ પરિણામ આવ્યું નથી. કિસાનોની માંગ કાયદો પરત લેવાની છે.
આ પણ વાંચોઃ ભારતના જીતની તસવીરો, જુઓ પેંગોંગ સરોવરના દક્ષિણ કિનારાથી પાછળ હટી રહ્યાં છે ચીનના ટેન્ક
સિંહે કહ્યુ, 'અમારી સરકાર સમજે છે કે ગ્રામીણ ક્ષેત્ર દેશની પ્રગતિની આધારશિલા છે. આપણા દેશના મોટાભાગના લોકો ગ્રામીણ વિસ્તારમાં રહે છે અને વિભિન્ન રીતે દેશની પ્રગતિમાં યોગદાન કરે છે.' કાર્યક્રમમાં રાજનાથ સિંહે જનસંઘના સંસ્થાપક પંડિત દીન દયાલ ઉપાધ્યાયને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube