લખનઉ : કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે રવિવારે વિપક્ષ પર સેનાના શોર્ય પર સવાલ ઉઠાવવાનો આરોપ લગાવ્યો. લખનઉમાં ફરીએકવાર ઉમેદવાર બન્યા બાદ પહેલીવાર રાજ્યની રાજધાની પહોંચેલા સિંહે એક કાર્યક્રમ ઉપરાંત પત્રકારો સાથેની વાતચીતમાં વાયુસેનાની એરસ્ટ્રાઇક અંગેના સવાલો અંગે કહ્યું કે, પરેશાનીઓ તો પાકિસ્તાનને થવી જોઇએ, પરંતુ દેશમાં કેટલીક એવી પાર્ટીઓ છે જે પુછી રહ્યા છે કે વાયુસેનાની કાર્યવાહીમાં કેટલા લોકો મરાયા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજનાથે કહ્યું કે, કેટલાક વિરોધી રાજનીતિક પાર્ટીઓ અમારી સેનાના શોર્ય પર સવાલ પેદા કરી રહ્યા છે. તે અગાઉ તેમણે સમારંભમાં કહ્યું કે, દિવંગત પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી લખનઉને વિશ્વનું ખુબ જ સુંદર નગર બનાવવા માંગતા હતા. ગત્ત આશરે પાંચ વર્ષોમાં અહીંના સાંસદ તરીકે તેમણે વાજપેયીનાં સપનાને સાકાર કરવાની દિશામાં મજબુતીથી પગલા ઉઠાવ્યા છે. 

સિંહે કહ્યું કે, તેમણે ગત્ત પાંચ વર્ષ દરમિયાન પોતાની સાંસદ નિધિનો 100 ટકા ખર્ચ કર્યો છે. તેઓ આગળ પણ લખનઉની સેવા કરતા તેને વિશ્વસ્તરીય શહેર બનાવવા માંગે છે. તેમણે કહ્યું કે, દેશની જનતા કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની સાથે છે. કારણ કે તેઓ વિકાસ ઇચ્છે છે. અમને સંપુર્ણ વિશ્વાસ છે કે કેન્દ્રમાં એકવાર ફરીથી મોદીના નેતૃત્વમાં સરકાર બનશે.