J&K સેનાના કાફલા પસાર થાય ત્યારે સામાન્ય વાહન વ્યવહાર અટકાવાશે
ગૃહમંત્રીએ કહ્યું કે, ભારત સરકાર શહીદ જવાનોનાં પરિવાર સાથે છે, તમામ રાજ્ય સરકારોને અપીલ છે કે શહીદોનાં પરિવારને તમામ જરૂરી મદદ કરવામાં આવે
શ્રીનગર : સીઆરપીએફના કાફલા પર હૂમલાનાં એક દિવસ બાદ જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચેલા ગૃહમંત્રી રાજનાથ સિંહે શહીદોને શ્રદ્ધાંજલી અર્પીત કર્યા બાદ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં ચીફ સેક્રેટરી જમ્મુ કાશ્મીર, આર્મી કમાંડર, ગવર્નર સત્યપાલ મલિક, ડીજી સીઆપીએફ અને કેટલાક સીનિયર અધિકારીઓ હાજર હતા.
ગૃહમંત્રીએ બેઠક બાદ પત્રકારોને જણાવ્યું કે, નિર્યણ લેવામાં આવ્યો છે કે હવે પછી ગમે ત્યારે સૈન્ય કાફલો પસાર થતો હશે ત્યારે સામાન્ય વાહન વ્યવહાર થોડા સમય માટે અટકાવી દેવામાં આવશે. તેના કારણે સામાન્ય નાગરિકોને થોડી સમસ્યા તો થશે પરંતુ તેના માટે અમે ક્ષમાપ્રાર્થી છીએ. ગૃહમંત્રીએ કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં કેટલાક તત્વોનાં તાર આઇએસઆઇ અને આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા છે.
આપણે આતંકવાદ વિરુદ્ધની નિર્ણાયક લડાઇ જીતીશું.આપણે આતંકવાદની વિરુદ્ધ નિર્ણાયક લડાઇ જીતી શકીશું. સમગ્ર વિશ્વ આતંકવાદ વિરુદ્ધની આ લડાઇમાં દેશની પડખે છે. ભારત સરકાર શહીદ જવાનોનાં પરિવાર સાથે મજબુતીથી રહેશે. સરકાર શહીદ જવાનોનાં પરિવારને તમામ જરૂરી મદદ કરશે. તમામ રાજ્ય સરકારોને અપીલ છે કે શહીદોનાં પરિવારની સંપુર્ણ સંભાળ રાખવામાં આવે.
ગૃહમંત્રીએ કહ્યું કે, તમામ અધિકારીઓને જરૂરી નિર્દેશ અપાયા છે, સીમાપારથી આતંક ફેલાવનારાઓનાં મન્સુબાઓ સફળ નહી થવા દેવામાં આવે. તમામ રાજ્ય સરકારોને પણ અપીલ કરી છે કે ગરીબ પરિવારનો મહત્તમ મદદ કરવામાં આવે. સૈન્યનો આત્મવિશ્વાસ જરા પણ કાચો પડ્યો નથી. આતંકવાદ વિરુદ્ધની લડાઇ આપણે ચોક્કસ જીતીશું.
રાજનાથે કહ્યું કે, જમ્મુ કાશ્મીરના લોકોને હું વિશ્વાસ સંપાદિત કરવા માંગુ છું કે સીમા પારથી આતંક ફેલવાનારી શક્તિઓના મનસુબાઓને સફળ નહી થવા દેવામાં આવી. મને તે વાતનો આનંદ છે કે આતંકવાદ વિરુદ્ધની આ લડાઇમાં જમ્મુ કાશ્મીરનાં લોકો સરકારની સાથે છે. જો કે કેટલાક એવા તત્વો છે જે સીમાપારની આતંકવાદી શક્તિઓ અને આઇએસઆઇ સાથે મિલીભગત કરીને દેશને અશાંત કરવાનાં ષડયંત્રો રચી રહ્યા છે.