કોલકાતા : રોહિંગ્યા મુસલમાનોનાં દેશમાં બિનકાયદેસર ઘૂસણખોરી અને અન્ય વિસ્તારમાં ઘૂસણખોરીની શક્યતાને જોતા કેન્દ્ર સરકારે તમામ રાજ્ય સરકારોને એલર્ટ ઇશ્યું કર્યું છે. કોલકાતામાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે મુલાકાત બાદ કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે કહ્યું કે, રાજ્યોને એડ્વાઇઝરી ઇશ્યું કરીને બિનકાયદેસર રીતે ભારતમાં ઘુસી રહેલા રોહિંગ્યા મુસલમાનોની ઓળખ કરવા માટે જણાવાયું છે. રાજનાથે કહ્યું કે, આ લોકોનું બાયોમૈટ્રિક કરવા માટે કેન્દ્ર દ્વારા રાજ્ય સરકારને લખવામાં આવ્યું છે. સાથે જ રાજ્ય સરકારને એક રિપોર્ટ મોકલવામાં આવ્યો છે કે ત્યાર બાદ કેન્દ્ર મ્યાંમારની સરકાર સાથે વાત કરશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે, રોહિંગ્યા મુદ્દાને ગંભીરતા જોતા સરકારે બે દિવસ પહેલા એક એડ્વાઇઝરી ઇશ્યું કરી હતી કે બિનકાયદેસર શરણાર્થીઓ રેલ્વે રૂટ દ્વારા ભારતના અન્ય હિસ્સાઓમાં યાત્રા કરી શકે છે. તહેવારની સીઝમાં ભારે ભીડનો ફાયદો ઉઠાવીને આ લોકો દેશનાં અન્ય હિસ્સાઓમાં ખાસ કરીને દક્ષિણ ભારતમાં મુસાફરી કરી શકે છે. બે દિસ પહેલા રેલ્વે સુરક્ષા દળે કેરળમાં અધિકારીઓને રોહિંગ્યાના મુદ્દે એક એળર્ટ આપ્યું હતું. આરપીએએ કહ્યું કે, મોટા પ્રમાણમાં રોહિંગ્યાના મુદ્દે એક એલર્ટ ઇશ્યું કરવામાં આવ્યું હતું. આરપીએફે કહ્યું કે મોટા પ્રમાણમાં રોહિંગ્યા ટ્રેનથી કેરળની તરફ જઇ રહ્યા છે જેમની સાથે તેમનો પરિવાર પણ છે. આ અંગે સુરક્ષા અધિકારીઓને એક ગુપ્ત પત્ર મોકલવામાં આવ્યો છે. આ માહિતી બાદ કેરળ પોલીસ એલર્ટ પર છે. 

મીડિયા રિપોર્ટ અનુસાર આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે, જો કોઇ રોહિંગ્યા રેલગાડીમાં યાત્રા કરી રહ્યો હોય અને માહિતી મળે તો તેને તુરંત જ પોલીસને સોંપી દેવો. ખાસ કરીને રોહિંગ્યા શાલીમાર- તિરુવનંતપુરમ એક્સપ્રેસ, હાવડા- ચેન્નાઇ મેલ, હાવડા ચેન્નાઇ કોરોમંડલ એક્સપ્રેસ, સિલચર - તિરુવનંતપુરમ એક્સપ્રેસ અને દિબ્રૂગઢ- ચેન્નાઇ એગમોર રેલગાડીઓનો સમાવેશ થાય છે. 

સર્જીકલ સ્ટ્રાઇગ અંગે પુછાયેલા સવાલનાં જવાબમાં રાજનાથ સિંહે કહ્યું કે, તેમણે ક્યારે પણ સર્જીકલ સ્ટ્રાઇક શબ્દનો ઉપયોગ નથી કર્યો. જો કે તેમણે ઇશારામાં કહી દીધું કે જે પણ થયું છે તે સારૂ થયું છે. આ સાથે જ આ મુદ્દે વધારે વાત કરવાનો ગૃહમંત્રીએ ઇન્કાર કરી દીધો હતો.