નવી દિલ્હી: તાલિબાન (Taliban) નો ઉદય ભારત માટે સુરક્ષાની દ્રષ્ટિએ મોટી ચિંતાનો વિષય છે. ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh) એ આ વાત ઓસ્ટ્રેલિયાના રક્ષા મંત્રી પીટર ડટન (Peter Dutton) ને કહી હતી. હકીકતમાં, તાલિબાનની મદદથી અફઘાનિસ્તાનમાં બેઝ બનાવી અન્ય ઘણા આતંકવાદી સંગઠનો આ ક્ષેત્રમાં શાંતિ માટે ખતરો બની શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રક્ષા મંત્રીએ તાલિબાન પર કહી આ વાત
રક્ષા મંત્રી રાજનાથ સિંહે એમ પણ કહ્યું હતું કે, અફઘાન ક્ષેત્રનો ઉપયોગ કોઈ અન્ય દેશ પર હુમલો કરવા કે ધમકી આપવા માટે થવો જોઈએ નહીં. તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરી છે કે અફઘાનિસ્તાન પર યુએન સિક્યોરિટી કાઉન્સિલ રિઝોલ્યૂશન 2593 ને લાગુ કરે.


આ પણ વાંચો:- દુનિયા પર ફરી મંડરાયો 9/11 જેવા હુમલાનો ખતરો, યૂકેની ગુપ્તચર એજન્સીએ આપી ચેતવણી


જમ્મુ-કાશ્મીરમાં શાંતિ માટે ખતરો છે તાલિબાન
તમને જણાવી દઈએ કે ભારતીય ડેલિગેશને આ વાત પર પણ ચિંતા વ્યક્ત કરી હતી કે તાલિબાનની વધતી તાકાત જમ્મુ-કાશ્મીરની પરિસ્થિતિ માટે ખતરો બની શકે છે. એવી સંભાવના છે કે અફઘાન ભૂમિમાંથી ઉદ્ભવતા તાલિબાન આતંકનો ખતરો અહીં પહોંચી શકે છે.


આ પણ વાંચો:- મુંબઈ ઈન્ડિયન્સના ભાઈનું ટી 20 વર્લ્ડકપ 2021 માંથી કપાયું પત્તું, આ 5 ખેલાડી બન્યા વિલન


વધી શકે છે 9/11 જેવા હુમલા
આ વચ્ચે બ્રિટનની ગુપ્તચર એજન્સી MI-5 ના પ્રમુખ કેન મેક્કલમે કહ્યું કે અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ ફરી 9/11 જેવો હુમલો થઈ શકે છે. અફઘાનિસ્તાન પર તાલિબાનનો કબજો આતંકવાદીઓનું મનોબળ વધારશે અને તેનો અર્થ એ કે 9/11 જેવા આતંકવાદી હુમલાનો ભય રહે છે.


આ પણ વાંચો:- સ્વાસ્થ્ય માટે વરદાન છે આ ગ્રીન જ્યૂસ, દિવસની શરૂઆત તેનાથી કરશો તો મળશે ઘણા ફાયદા


ઉલ્લેખનીય છે કે, આજે (શનિવારે) 9/11 હુમલાની 20 મી વરસી છે. આ પ્રસંગે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેને એક વીડિયો સંદેશ જાહેર કર્યો છે. તેમના સંદેશમાં તેમણે 11 સપ્ટેમ્બરના હુમલામાં જીવ ગુમાવનારાઓને યાદ કર્યા હતા. આ સાથે, રાષ્ટ્રપતિ જો બિડેને પોલીસકર્મીઓ અને ફાયર બ્રિગેડ કર્મચારીઓને શ્રદ્ધાંજલિ પણ આપી હતી જેમણે લોકોને બચાવતા જીવ ગુમાવ્યો હતો.


આ પણ વાંચો:- આ રાશિના જાતકો માટે ઉત્કટતાથી લેવામાં આવેલ કોઈપણ નિર્ણય હાનિકારક સાબિત થશે


પોતાના સંદેશમાં જો બિડેને કહ્યું કે ભલે ગમે તેટલો સમય પસાર થઈ ગયો હોય, પરંતુ આ વરસી તે દિવસોની પીડાદાયક યાદોને પાછી લાવે છે, જાણે કે સમાચાર માત્ર થોડી સેકંડ પહેલા પ્રાપ્ત થયા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube