કલમ 370 સંવિધાનમાં એક કાળા ડાઘ સમાન, તેને હટાવવાનું સપનું સાકાર થયું: રાજનાથ
પટનામાં શ્રીકૃષ્ણ મેમોરિયલ હૉલમાં પાર્ટીના કાર્યક્રમમાં ભાગ લઇ રહ્યા છે, આ કાર્યક્રમનું આયોજન બિહાર ભાજપ દ્વારા કરવામાં આવ્યુ અને તેનું નામ જનજાગરણ સભા રાખવામાં આવ્યું છે
પટના : કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પટનાની મુલાકાતે છે. તેઓ પટનાના શ્રીકૃષ્ણ મેમોરિયલ હોલમાં પાર્ટીના કાર્યક્રમમાં ભાગ લઇ રહ્યા છે. આ કાર્યક્રમનું આયોજન બિહાર ભાજપની તરફથી કરવામાં આવ્યું છે અને તેનું નામ જન જાગરણ સભા રાખવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ઉપરાંત કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી નિત્યાનંદ રાય, કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સાંસદ ડૉ. સંજય જયસ્વાલ, ઉપ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદી, પથ નિર્માણ મંત્રી નંદકિશોર યાદવ, કૃષિ મંત્રી ડૉ.પ્રેમ કુમાર, સ્વાસ્થય મંત્રી મંગલ પાંડે સહિત અન્ય વરિષ્ઠ નેતા હાજર છે.
જ્યારથી કલમ 370 અને 35A અસ્તિત્વમાં આવ્યાં ત્યારથી અમે તેનો વિરોધ કર્યો છે: અમિત શાહ
આ દરમિયાન રાજનાથ સિંહે કહ્યું કે, કલમ 370 સંવિધાન માટે એક ખટકા જેવું હતું જે આપણા સ્વર્ગ એવા કાશ્મીરને લોહીલુહાણ કરતું હતું. સાથે જ તેમણે કહ્યું કે, તમામ લોકો સપના જુએ છે. લોકો કહે છે કે અમે સપના જોઇએ છીએ પરંતુ તે સાચા નથી થતા. જો કે આપણા વડાપ્રધાને તે કરી દેખાડ્યું છે. તેમમે આ સાબિત કરી દીધું કે અમે ખુલી આંખોથી સપના જોઇએ છીએ એટલા માટે અમારા સપના સાચા થાય છે.
આવતીકાલે 23 સપ્ટેમ્બરે અદભૂત ખગોળીય ઘટના બનશે, જેને તમે અનુભવી શકશો
'Howdy Modi' માટે અમેરિકાના હ્યુસ્ટનની જ પસંદગી કેમ કરાઈ? ખુબ રસપ્રદ છે કારણ
આ દરમિયાન કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી નિત્યાનંદ રાયે કહ્યું કે, જો ભાગલા ન પડ્યા હોત તો પાકિસ્તાન ન હોત 370 પણ ન હોત. 370 દેશના માથે કલંક સમાન હતું. તેમણે કહ્યું કે, જેમણે તેનો વિરોધ કર્યો છે તેને ક્યારે પણ માફ નહી કરવામાં આવે. જમ્મુ કાશ્મીરની પંચાયતોને પણ ત્યાં જ અધિકાર મળશે જે દેશનાં બીજી પંચાયતોને છે. હવે રાષ્ટ્રધ્વજનું અપમાન જમ્મુ કાશ્મીરમાં અપરાધ માનવામાં આવશે.
દિલ્હી: અક્ષરધામ મંદિરની પાસે પોલીસની કમાન્ડો ટીમની ગાડી પર બદમાશોએ કર્યું ફાયરિંગ
બીજી તરફ રવિશંકર પ્રસાદે કહ્યું કે, સરદાર પટેની વિચારસરણી યોગ્ય છે અને નેહરૂજીની વિચારસરણી ખોટી હતી તેને સ્વિકાર કરવો પડશે. સરદાર પટેલે 600 દેશી રજવાડાઓને હેન્ડલ કર્યા કોઇ સમસ્યા નથી થઇ, નેહરૂજીએ કાશ્મીરને હેન્ડલ કર્યું જેને સુધારવા માટે મોદીજીને આગળ આવવું પડ્યું.
PM મોદીને મળીને ભાવુક થયા કાશ્મીરી પંડિતો, હાથ ચૂમી લઈને કહી આ વાત, જુઓ VIDEO
દિલ્હી: ઘરની બહાર ઊભેલી મહિલાની સાથે બાઈક સવાર બદમાશોએ કરી આ કેવી હરકત, જુઓ VIDEO
પાકિસ્તાનથી પંજાબ આવેલા રિફ્યુજી દેશના વડાપ્રધાન બની ગયા પરંતુ જે કાશ્મીરમાં આવ્યા તેને અધિકાર નથી મળ્યો. હવે દેશમાં એક કાયદો ચાલશે, તમામ સ્થળો કાયદો બરાબર હશે દેશનાં 166 કાયદા જમ્મુ કાશ્મીરમાં લાગુ થશે. બીજી તરફ સુશીલ કુમાર મોદી આ દરમિયાન કહ્યું કે, જો મોબાઇલ અને નેટ સેવા કાશ્મીરમાં પુરવામાં આવ્યા છે તો આ દેશહિતમાં થોડા દિવસો માટે કરવામાં આવ્યું છે. 70-75 વર્ષોમાં જે નથી થઇ શક્યું તેને મોદી સરકારે એક ઝટકામાં કરી દેખાડ્યું.