પેટા ચૂંટણી પરાજય: મોટી છલાંગ લગાવતા પહેલા સિંહ હંમેશા બે ડગલા પાછો હટે છે
સમગ્ર દેશમાં ચાર લોકસભા અને 11 વિધાનસભા સીટો પર ગુરૂવારે મતગણત્રી થઇ જેમાં ભાજપનો દેખાવ ખુબ જ નબળો રહ્યો હતો
નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે ગુરૂવારે પેટા ચૂંટણીનાં પરિણામોમાં પરાજય બાક કહ્યું કે, લાંબી છલાંગ લગાવવા માટે હંમેશા બે ડગલા પાછુ હટવું પડે છે. રાજનાથસિંહે મધ્યપ્રદેશની એક દિવસની યાત્રા દરમિયાન આ નિવેદન આપ્યું હતું. ગૃહમંત્રીએ કહ્યું કે, જો તમારે લાંબી છલાંગ લગાવવી હોય તો તમારે બે ડગલા પાછળ જવું પડી શકે છે. રાજનાથસિંહે કહ્યું કે, પેટા ચૂંટણીનાં પરિણામ અમારા માટે તે જ પગલા છે. અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશમાં 4 લોકસભા અને 11 વિધાનસભા સીટો પર ગુરૂવારે મતગણત્રી થઇ રહી છે. જેમાં ઉત્તરપ્રદેશની કેરાના, મહારાષ્ટ્રની પાલઘર અને ભંડારા-ગોંદિયા સાથે ઉત્તર-પુર્વી ભારતની નાગાલેન્ડ લોકસભા સીટ છે.
પેટ્રોલ - ડિઝલનાં વધેલા ભાવની અર્થવ્યવસ્થા પર કોઇ અસર નહી
રાજનાથ સિંહે પેટ્રોલ- ડિઝલનાં વધી રહેલા ભાવથી દેશની અર્થવ્યવસ્થા પર મોટુ સંકટ પેદા નથી થયું તેવું જણાવ્યું હતું. સરકાર કિંમત ઘટાડવા માટે પ્રયાસો કરી રહી છે. બીજી તરફ મધ્યપ્રદેશમાં એક જુનથી દસ જુન સુધી ખેડૂત સંગથો પ્રસ્તાવિત આંદોલન અંગે તેમણે કહ્યું કે, આ ખેડૂતોનું નહી પરંતુ કોંગ્રેસનું આંદોલન છે. સિંહે કહ્યું કે, કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ભટ્ટા - પરસોલ ભુલી ગયા છે, ચૂંટણીનાં વર્ષમાં મંદસોરને યાદ કરી રહ્યા છે. રાજનાથે કહ્યું કે 60 વર્ષમાં કોંગ્રેસે ભારત માટે કંઇ જ નથી કર્યું.
વિશ્વની 5 ઇકોનોમિક પાવરમાં ભારતનો સમાવેશ
ગૃહમંત્રીએ કહ્યું કે, પહેલી આવર એવું થયું છે કે કોઇ ચૂંટણી થયા બાદ સરકાર પોતાનાં કામકાજનો અહેવાલ સોંપી રહી છે. સિંહે કહ્યું કે, ચાર વર્ષમાં કોઇ પણ મોટો આતંકવાદી ઘટના નથી થઇ. 135 જિલ્લા નક્સલ પ્રભાવિત હતા, હવે 90 જિલ્લા પ્રભાવિત છે. હવે નક્સલ- માઓવાદીઓ 10-11 જિલ્લાઓ પુરતા સિમિત થઇ ગયા છે. ભારત હવે વિશ્વનાં 5 અર્થતંત્રો પૈકીનું એક બની ગયું છે. ભ્રષ્ટાચાર ઘટાડવા માટે સરકારે મોટા પગલા ઉઠાવ્યા છે. સિંહે કહ્યું કે સરકારની 431 એવી સ્કીમ છે જેની સબ્સિડી 3,75, 496 કરોડ જનતા સુધી સીધી પહોંચે છે.