નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદથી પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન  ખાન તરફથી સતત ઉશ્કેરણીજનક નિવેદનો આવ્યા કરે છે જેના પર ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહે પાડોશી દેશને ઈશારા ઈશારામાં કડક ચેતવણી આપી દીધી છે. રાજનાથ સિંહે કહ્યું કે 'નો ફર્સ્ટ યૂઝ' ભારતની પરમાણુ નીતિ છે, પરંતુ ભવિષ્યમાં શું થશે તે પરિસ્થિતિઓ પર નિર્ભર કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે આજે પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીની પ્રથમ પુણ્યતિથિ છે. વાજપેયીને શ્રદ્ધાંજલિ આપવા માટે રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે પોખરણ પહોંચ્યા હતાં. આ અવસરે રક્ષા મંત્રીએ કહ્યું કે 'ભારત એક જવાબદાર પરમાણુ રાષ્ટ્રનો દરજ્જો ધરાવે છે અને દરેક નાગરિક માટે તે રાષ્ટ્રીય ગૌરવ છે. આ ગૌરવ આપણને અટલજીના કારણે મળ્યું છે અને દેશવાસી હંમશા તે બદલ તેમના ઋણી છે.' 


જે કામ કોંગ્રેસ 70 વર્ષમાં ન કરી શકી, તે મોદી સરકારે 75 દિવસમાં કરી બતાવ્યું: અમિત શાહ


વાજપેયીના સાહસિક નિર્ણયને કર્યો યાદ
નોંધનીય છે કે મે 1998માં પોખરણમાં દુનિયાના અનેક દેશોના વિરોધ છતાં ભારતે પરમાણુ પરિક્ષણ કર્યું હતું. તે સમયે અટલ બિહારી વાજપેયી દેશના વડાપ્રધાન હતાં. શુક્રવારે રાજનાથ સિંહ ઈન્ટરનેશનલ આર્મી સ્કાઉટ માસ્ટર્સ સ્પર્ધાના સમાપન સમારોહમાં ભાગ લેવા માટ જૈસલમેર પહોંચ્યા હતાં. સમારોહ બાદ રક્ષા મંત્રી પોખરણ ગયા અને ત્યાં તેમણે પૂર્વ વડાપ્રધાનને શ્રદ્ધાંજલિ આપી તથા પરમાણુ પરિક્ષણના તેમના સાહસિક નિર્ણયને યાદ કર્યો. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...