નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રાલયના સૂત્રો અનુસાર દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ તેજસ પછી હવે યુદ્ધ વિમાન રાફેલમાં ઉડાન ભરશે. હકીકતમાં ફ્રાન્સ પાસેથી 8 ઓક્ટોબરના રોજ પ્રથમ રાફેલ વિમાનની ડિલીવરી ભારતને મળવાની છે, જેને લેવા માટે દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ફ્રાન્સ જવાના છે. 8 ઓક્ટોબરના રોજ વાયુસેના દિવસ છે અને દશેરા પણ છે, એટલે આ પાવન દિવસે ભારત રાફેલ વિમાનની ડિલીવરી લેવાનું છે. આ અગાઉ સંરક્ષણ મંત્રીએ તાજેતરમાં જ 19 સપ્ટેમ્બરના રોજ સ્વદેશી તેજસ વિમાનમાં ઉડાન ભરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંરક્ષણ મંત્રીની આ યાત્રાની સાથે જ વિશ્વનું સૌથી શક્તિશાળી વિમાન ભારતીય વાયુસેનામાં સામેલ થઈ જશે, પરંતુ તેની પ્રથમ ડિલીવરી મે, 2020માં મળશે. 2020માં આ વિમાનના ભારત આવ્યા પછી તેમાં ભારતીય પરિસ્થિતી અનુસાર ફેરફાર કરવામાં આવશે. ત્યાર પછી વાયુસેનાના પાઈલટ અને અન્ય સ્ટાફને તેની ટ્રેનિંગ પણ આપવામાં આવશે. 


સલામઃ કેરળનાં મહિલા પોલીસ અધિકારીએ કેન્સરના દર્દીઓ માટે આપ્યું પોતાના વાળનું બલિદાન


સંરક્ષણ મંત્રીના રાફેલ વિમાનની સવારીની આધિકારીક પુષ્ટિ મળી નથી. રાફેલ વિમાનની ડિલીવરી લીધા પછી સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ફ્રાન્સ સરકારના અધિકારીઓ સાથે સંરક્ષણ ક્ષેત્રે વધુ સહયોગ માટે બેઠક પણ કરશે. આ બેઠક 9 ઓક્ટોબરના રોજ યોજાવાની છે. આ પ્રસંગે રાજનાથ સિંહની સાથે નાયબ વાયુસેના પ્રમુખ એરમાર્શલ હરજિંદર સિંહ અરોડા પણ સાથે જાય તેવી સંભાવના છે. 


ઉલ્લેખનીય છે કે, તેજસ વિમાનમાં ઉડાન ભર્યા પછી ગયા રવિવારે રાજનાથ સિંહે INS વિક્રમાદિત્ય જહાજમાં મશીન ગન પર હાથ અજમાવ્યો હતો અને ગોળીઓ પણ ચલાવી હતી. તેમણે INS વિક્રમાદિત્ય પર 24 કલાકનો સમય પસાર કર્યો હતો. આમ કરનારા તેઓ દેશના પ્રથમ સંરક્ષણ મંત્રી હતા. તેમણે INS વિક્રમાદિત્યમાં રાત્રિ રોકાણ કર્યું હતું અને આ દરમિયાન તેમણે સબમરીન, ફ્રિગેટ્સ અને વાહક સહિતના વિવિધ સૈનિક અભ્યાસો જોયા હતા. 


જુઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક.....