નવી દિલ્હી: રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh) આજે ફાઈટર જેટ રાફેલ (Rafale fighter jet) લેવા માટે પેરિસના ત્રણ દિવસના પ્રવાસે જશે. 8 ઓક્ટોબરના રોજ ભારતીય વાયુસેનાના સ્થાપના દિવસ પર ભારતને પહેલું રાફેલ ફાઈટર વિમાન સોંપવામાં આવશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ આ વખતે ફ્રાન્સમાં શસ્ત્ર પૂજા કરશે કારણ કે દશેરાના દિવસે તેઓ ત્યાં હશે. રાજનાથ સિંહ ફ્રાન્સથી રાફેલ વિમાન લેવા જઈ રહ્યાં છે. પેરિસમાં 8 ઓક્ટોબરના રોજ પહેલું રાફેલ વિમાન ભારતને મળશે. તે જ દિવસે તેઓ રાફેલમાં ઉડાણ ભરશે. અધિકૃત સૂત્રોના જણાવ્યાં મુજબ તેઓ ફ્રાન્સીસી એરફોર્સ બેઝ પરથી ઉડાણ ભરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતે ફાઈટર જેટ રાફેલ બનાવનારી કંપની ડસોલ્ટ એવિએશન સાથે એક કરાર કર્યો છે જે મુજબ ફ્રાન્સની આ કંપની ભારતને 36 રાફેલ વિમાન આપશે. જેમાંથી એક વિમાનની ડિલિવરી લેવા માટે રક્ષા મંત્રી ફ્રાન્સ જશે. વિમાનને અધિકૃત રીતે મેળવવા માટે આ તિથિની પસંદગી એટલા માટે થઈ કારણ કે આ વર્ષે દશેરા આઠ ઓક્ટોબરે છે અને ભારતમાં વાયુસેના દિવસ પણ આઠ ઓક્ટોબરે જ ઉજવાય છે. ફ્રાન્સમાં થનારા કાર્યક્રમમાં બંને દેશોના રક્ષા મંત્રી અને રક્ષા વિભાગના ટોચના અધિકારીઓ સામેલ થશે. હકીકતમાં સપ્ટેમ્બર 2016માં ભારત અને ફ્રાન્સ વચ્ચે 36 રાફેલ વિમાન ખરીદી અંગે ડીલ થઈ હતી. આ વિમાનોની કિંમત 7.87 બિલિયન યુરો નક્કી કરાઈ હતી. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...