શ્રીનગર : જમ્મુ કાશ્મીરના પુલવામાં જિલ્લામાં ગુરૂવારે થયેલા આત્મઘાતી આતંકવાદી હૂમલામાં શહીદ થયેલા 40 જવાનોને કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે શ્રદ્ધાંજલી આપી. પુલવામામાં થયેલા હૂમલાની તપાસ અર્થે પહોંચેલા રાજનાથસિંહે પહેલા શ્રીનગરમાં શહીદોને શ્રદ્ધાંજલી અર્પિત કરી. આ દરમિયાન જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિક અને સેનાના નોર્દન કમાંડ ચીફ લેફ્ટિનેંટ જનરલ રણબીર સિંહ પણ તેમની સાથે હાજર રહ્યા હતા. રાજનાથ સિંહે શહીદોને અર્પીત કરી શ્રદ્ધાંજલી.
આજે જ પાર્થીવ શરીરને ઘરે મોકલવામાં આવશે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જમ્મુ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફ જવાનોના કાફલા પર થયેલા મોટા આતંકવાદી હૂમલામાં શહીદ થયેલા સીઆરપીએફ જવાનોનાં પાર્થિવ શરીર આજે બપોરે તેમનાં ઘરે મોકલવામાં આવશે. સીઆરપીએફનાં અધિકારીક સુત્રોનું કહેવું છે કે તે નિશ્ચય કરવામાં આવ્યો છે કે જવાનોની અંતિમ ક્રિયામાં દળની તરફથી ડીઆઇજી અથવા કમાન્ડેન્ટ સ્તરનાં અધિકારીઓ હાજર રહેશે. 



રાજનીતિક દળો સાથે યોજાશે બેઠક
કાશ્મીરની સ્થિતીની માહિતી લીધા બાદ ગૃહમંત્રી રાજનાથ સિંહ શનિવારે દિલ્હી પરત ફરશે. ક્યાસ લગાવાઇ રહ્યો ચે કે ખીણની પરિસ્થિતીનો તાગ મેળવ્યા બાદ રાજનાથ સિંહ, તમામ રાજનીતિક દળો સાથે મળીને બેઠક કરી શકે છે, જેથી તેના પર કોઇ મોટી કાર્યવાહી ન કરી શકાય.


 


વડાપ્રધાન મોદીએ આપ્યો આકરો સંદેશ
જમ્મુ કાશ્મીરનાં પુલવામાં જિલ્લામાં થયેલા આતંકવાદી હૂમલા અંગે પાડોશી દેશ પાકિસ્તાનને કડક સંદેશ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આતંકવાદી સંગઠન અને તેમના સરપરસ્ત ખુબ જ ભુલ કરી ગયા છે અને તેમનાં ગુનેગારોને તેમના માટે સજા જરૂર મળશે અને તેને ભારે કિંમત ચુકવવી પડશે. 



જૈશ એ મોહમ્મદે હૂમલાની જવાબદારી સ્વિકારી
ઉલ્લેખનીય છે કે પુલવામામાં ગુરૂવારે જૈશ એ મોહમ્મદનાં એક આતંકવાદીએ વિસ્ફોટકોથી લદાયેલ વાહન દ્વારા સીઆરપીએફ જવાનોની બસને ટક્કર મારી દીધી હતી, જેમાં ઓછામાં ઓછા 40 જવાન શહીદ થઇ ગયા, જ્યારે અનેક ગંભીર રીતે ઘાયલ થઇ ગયા હતા.