નવી દિલ્હી: કોંગ્રેસ હાલ ખુબ જ કપરા સમયમાંથી પસાર થઈ રહી છે. તાજેતરમાં 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ. જ્યાં પાર્ટીએ શરમજનક રીતે હારનો સામનો કરવો પડ્યો. સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં કોંગ્રેસ જાણે સમેટાઈ રહી છે તેવી સ્થિતિ છે. પાર્ટી માટે ખરાબ સમાચાર એ છે કે આવનારી રાજ્યસભા ચૂંટણી બાદ સંસદના ઉપલા ગૃહમાં તેની બેઠકો ઓછી થઈ જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જૂન-જુલાઈમાં 9 સભ્ય થશે રિટાયર
કોંગ્રેસનો ભૌગોલિક ગ્રાફ તેજીથી સમેટાઈ રહ્યો છે. હવે 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી રાજ્યસભામાં કોંગ્રેસ તરફથી કોઈ પ્રતિનિધિ જોવા મળશે નહીં. ગત મહિને માર્ચના અંતમાં રાજ્યસભામાં કોંગ્રેસના 33 સાંસદ હતા. એ કે એન્ટોની સહિત ચાર સભ્યો રિટાયર થઈ ચૂક્યા છે. જ્યારે જૂન અને જુલાઈમાં વધુ 9 સભ્યનો કાર્યકાળ ખતમ થઈ જશે. જેમાં પી. ચિદમ્બરમ, અંબિકા સોની, જયરામ રમેશ, અને કપિલ સિબ્બલ સામેલ છે. 


જાણકારોનું કહેવું છે કે ચૂંટણી બાદ રાજ્યસભામાં કોંગ્રેસની સંખ્યા વધુમાં વધુ 30 સભ્યની રહી જશે. અત્યાર સુધીમાં આવું ક્યારેય થયું નથી કે ઉપલા ગૃહમાં કોંગ્રેસના આટલા ઓછા સાંસદ હોય. આમ તો કોંગ્રેસને આશા છે કે તામિલનાડુમાં 6 બેઠકોમાંથી ડીએમકે તેમને એક બેઠક આપશે. ત્યારબાદ તેના સંભ્યોની સંખ્યા વધીને 31 થશે. જો કે પાર્ટીના હાલ ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, પંજાબ, તેલંગણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઓડિશા, દિલ્હી અને ગોવા તરફથી કોઈ જ સાંસદ નહીં રહે. 


Uttar Pradesh: શિવપાલ યાદવને લઈને મોટો દાવ ખેલવાની તૈયારીમાં ભાજપ, આ રીતે અખિલેશની મુશ્કેલીઓ વધશે


આ રાજ્યોમાં ભોગવવું પડશે મોટું નુકસાન
એક્સપર્ટના જણાવ્યાં મુજબ 17 રાજ્યોમાં કોંગ્રેસને મોટું નુકસાન  થવાનું છે. ચૂંટણી બાદ અનેક મોટા રાજ્યો તરફથી કોંગ્રેસના રાજ્યસભામાં સાંસદ નહીં જોવા મળે. જેમાં હિમાચલ પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, તેલંગણા, ગોવા, આંધ્ર પ્રદેશ, ઓડિશા, સિક્કિમ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, અને ત્રિપુરા સામેલ છે.  પંજાબની સત્તા હાથમાંથી ગયા બાદ પણ કોંગ્રેસને મોટું નુકસાન થયું છે. એ જ રીતે કોંગ્રેસના હરિયાણા, આંધ્ર પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ અને ત્રિપુરામાંથી લોકસભામાં પણ કોઈ પ્રતિનિધિ નથી. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube