AIMIM to Support MVA in Rajya Sabha Elections: રાજ્યસભાની 16 બેઠકો માટે આજે નિર્ણાયક દિવસ એટલે કે મતદાનનો દિવસ છે. જેમાં મહારાષ્ટ્રની 6 બેઠકો પણ સામેલ છે. અહીંની 6 બેઠકો માટે સાત ઉમેદવારો મેદાનમાં છે. જેના કારણે કોકડું ગૂંચવાયેલું છે. આ દરમિયાન અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM એ એક મોટો નિર્ણય લઈને બધાને ચોંકાવી દીધા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

AIMIM મહારાષ્ટ્રના અધ્યક્ષ ઈમ્તિયાઝ ઝલીલે કહ્યું કે ભાજપને હરાવવા માટે અમારી પાર્ટી AIMIM એ મહારાષ્ટ્રમાં રાજ્યસભાની ચૂંટણીમાં મહાવિકાસ આઘાડી (MVA) ને મત આપવાનો નિર્ણય કર્યો છે. અમારા 2 AIMIM મહારાષ્ટ્ર વિધાયકોને કોંગ્રેસ ઉમેદવાર ઈમરાન પ્રતાપગઢીને મત આપવાનું કહેવાયું છે. 


અત્રે જણાવવાનું કે મહારાષ્ટ્રમાં રાજ્યસભાની 6 બેઠકો માટે 7 ઉમેદવારોમાં કાંટાની ટક્કર છે. ભાજપે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ, અનિલ બોન્ડે અને ધનંજય મહાદિકને ઉમેદવાર  બનાવ્યા છે. એનસીપીએ પ્રફૂલ્લ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. શિવસેનાએ સંજય રાઉત અને સંજય પવાર પર દાવ લગાવ્યો છે જ્યારે કોંગ્રેસે ઈમરાન પ્રતાપગઢીને ઉમેદવાર બનાવ્યા છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube