નવી દિલ્હીઃ રાજ્યસભાની ચૂંટણીમાં આંતરિક વિવાદ અને એક વોટ અમાન્ય થવાને કારણે કોંગ્રેસ પાર્ટીને ઝટકો લાગ્યો છે. હરિયાણામાં કોંગ્રેસના ઉમેદવાર અજય માકને ભાજપ સમર્થિક અપક્ષ ઉમેદવાર કાર્તિકેય શર્માના હાથે ચૂંટણી હારી ગયા છે. હવે રાજ્યસભાની ચૂંટણીમાં હાર બાદ અજય માકને પરિણામને કોર્ટમાં પડકારવાની વાત કહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તો કોંગ્રેસના ધારાસભ્ય બિશ્નોઈ પર પ્રતિક્રિયા આપતા અજય માકને કહ્યુ કે  હરિયાણાની જનતા તેને માફ કરશે નહીં. કોંગ્રેસના ઉમેદવાર માકને પરિણામ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે અમે પ્રથમ વરીયતામાં અપક્ષ ઉમેદવાર કરતા આગળ હતા. અમારા એક યોગ્ય વોટને રદ્દ કરી દેવામાં આવ્યો જ્યારે બીજા પક્ષના અમાન્ય વોટને યોગ્ય માનવામાં આવ્યો. કોંગ્રેસ નેતાએ કહ્યું કે, અમે તેના માટે કાયદાકીય સલાહ લઈ રહ્યાં છીએ. તો ચૂંટણી પંચ પર સવાલ ઉઠાવતા માકને કહ્યું કે, અમને શરૂઆતથી લાગતું હતું કે અંતમાં કંઈ ગડબડ થશે. માકને કહ્યુ કે, અમારા ધારાસભ્યો લાલચમાં આવ્યા નહીં. 


આ પણ વાંચોઃ કાશ્મીરી યૂટ્યૂબર ફૈસલ વાનીની ધરપકડ, નૂપુર શર્મા વિરુદ્ધ પોસ્ટ કર્યો હતો વિવાદિત VIDEO


ધારાસભ્ય કુલદીપ બિશ્નોઈ વિરુદ્ધ થશે કાર્યવાહી
તો એક મત રદ્દ થવાને લઈને માકને કહ્યુ કે, અમારા ઇલેક્શન એજન્ટ પ્રમાણે અમારા 30ના 30 મત યોગ્ય હતા. તો બિશ્નોઈ વિરુદ્ધ કાર્યવાહીના સવાલ પર કહ્યું કે, તેમના વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. આ સિવાય હરિયાણા કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ રાજ્યસભા ચૂંટણીમાં ધારાસભ્ય કુલદીપ બિશ્નોઈ દ્વારા ક્રોસ વોટિંગ કરવા પર કાર્યવાહી કરવાની વાત કહી છે. 


કોંગ્રેસના ધારાસભ્ય કુલદીપ બિશ્નોઈએ મીડિયા કારોબારી શર્મા માટે ક્રોસ વોટિંગ કર્યું જ્યારે એક અન્ય ધારાસભ્યના મતને અમાન્ય જાહેર કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ ધારાસભ્ય કુલદીપ શર્મા કાર્તિકેય શર્માના સસરા છે. જે ભાજપ અને તેના સહયોગી દળ જેજેપીના સમર્થનથી અપક્ષ ઉમેદવાર હતા. આ ચૂંટણી પરિણામ કોંગ્રેસ પાર્ટી માટે પણ એક ઝટકો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube