Rajya Sabha Election 2022: નવાબ મલિક અને અનિલ દેશમુખને મોટો ઝટકો, મતદાન નહીં કરી શકે
આજે રાજ્યસભાની 16 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. દેશના 4 રાજ્યોની રાજ્યસભા બેઠકો માટેની આ ચૂંટણીમાં જે પાર્ટી કે ગઠબંધનને વધુ બેઠકો મળશે તેનું પલડું રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભારે જણાશે. માટે રાષ્ટ્રપતિ ચૂંટણી માટે પણ આજની રાજ્યસભા ચૂંટણી ખુબ મહત્વની છે. લેટેસ્ટ અપડેટ માટે વાંચો...
Rajya Sabha Election 2022: ગુરુવારે રાષ્ટ્રપતિ ચૂંટણીની તારીખ જાહેર થઈ. ચૂંટણી પંચે જણાવ્યાં મુજબ 18 જુલાઈએ મતદાન થશે અને 21મી જુલાઈએ પરિણામ જાહેર થશે. આજનો દિવસ પણ ખુબ મહત્વનો છે કારણ કે આજે રાજ્યસભાની 16 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. દેશના 4 રાજ્યોની રાજ્યસભા બેઠકો માટેની આ ચૂંટણીમાં જે પાર્ટી કે ગઠબંધનને વધુ બેઠકો મળશે તેનું પલડું રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભારે જણાશે. માટે રાષ્ટ્રપતિ ચૂંટણી માટે પણ આજની રાજ્યસભા ચૂંટણી ખુબ મહત્વની છે.
Live Updates:
રાજસ્થાનના તમામ 200 વિધાયકોએ કર્યું મતદાન
રાજસ્થાનમાં રાજ્યસભાની 4 બેઠકો માટે મતદાન પૂરું થઈ ગયું છે. રાજ્યના તમામ 200 ધારાસભ્યોએ મતદાન કર્યું. માયાવતીની પાર્ટીના ચાર વિધાયકોએ સત્તાધારી પાર્ટીના સમર્થનમાં મતદાન કર્યું. આ વિધાયક ચૂંટણી પહેલા રાજ્સ્થાનમાં કોંગ્રેસ સાથે વિલયની જાહેરાત કરી ચૂક્યા હતા. તમામ 6 ધારાસભ્ય જે પહેલા બસપા સાથે હતા તેઓ મુખ્યમંત્રી અશોક ગહેલોત સાથે વિધાનસભા ભવન પહોંચ્યા અને મતદાન કર્યું. મતગણતરી સાંજે 5 વાગે થશે.
રાજસ્થાનમાં ભાજપના એમએલએનો મત એળે ગયો?
રાજસ્થાનમાં ભાજપના ધારાસભ્ય શોભરાની કુશવાહનો મત એળે ગયો હોવાનું કહેવાય છે. તેઓ ધૌલપુરથી ધારાસભ્ય છે. જો કે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સતીષ પુનિયાએ કહ્યું કે મતગણતરી સમયે તેની માન્યતા અંગે તપાસ થશે. બીજી બાજુ રાજસ્થાનમાં જ ભાજપના ધારાસભ્ય કૈલાશ મીણાના મત પર વિવાદ થયો છે. રાજેન્દ્ર રાઠોડ અને ગોવિંદ ડોટાસરામાં શાબ્દિક ટપાટપી પણ થઈ. ગઢી વિધાયક રાજેન્દ્ર રાઠોડે ભાજપના પોલિંગ એજન્ટને પોતાનો મત દેખાડ્યો હતો. આ બધા વચ્ચે ડોટાસરાએ દાવો કર્યો કે તેમણે પણ કૈલાશ મિણાને મત બતાવ્યો. જેના પર બોલાચાલી થઈ. હવે સીસીટીવી કેમેરાની મદદ લેવાશે.
JDS ના ધારાસભ્યનું ક્રોસ વોટિંગ
જેડીએસના ધારાસભ્ય દ્વારા ક્રોસ વોટિંગ થયું હોવાના સમાચાર આવી રહ્યા છે. વિધાયક શ્રીનિવાસ ગૌડાએ પોતે આ વાત સ્વીકારી.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube