નવી દિલ્હીઃ દિલ્હીમાં એલજી અને ચૂંટાયેલી સરકારના અધિકાર ક્ષેત્રોને સ્પષ્ટ કરનાર બિલને લઈને બુધવારે વિપક્ષના હંગામાને કારણે રાજ્યસભાની કાર્યવાહી અનેકવાર સ્થગિત થઈ હતી. વિપક્ષી સભ્યોએ 'તાનાશાહી બંધ કરો' ના નારા લગાવી બિલનો વિરોધ કર્યો. આમ રાજ્યસભામાં વિપક્ષના હોબાળા વચ્ચે રાષ્ટ્રીય રાજધાની રાજ્યક્ષેત્ર શાસન (સંશોધન) વિધેયક એટલે કે  Government of National Capital Territory of Delhi (Amendment) Bill, 2021 (GNCTD Bill) પાસ થઈ ગયું છે. મહત્વનું છે કે આ બિલને સોમવારે રાજ્યસભાની મંજૂરી મળી ગઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યસભામાં વિપક્ષે આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકાર આ બિલ દ્વારા દિલ્હીમાં પાછલા દરવાજાથી પોતાની સરકાર ચલાવવા ઈચ્છે છે. આમ આદમી પાર્ટીએ તેને ચૂંટાયેલી સરકારના અધિકાર સમાપ્ત કરનારુ ગણાવ્યું છે. કોંગ્રેસે પણ આ બિલનો આક્રમક વિરોધ કર્યો છે. 


Corona: નવા કેસથી મહારાષ્ટ્રમાં હાહાકાર, આ બે જિલ્લામાં સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત


ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયને સરકાર પર બંધારણનો ભંગ કરવાનો આરોપ લગાવતા બિલનો વિરોધ કર્યો. તેમણે કહ્યુ કે, આ બિલ એટલું મહત્વનું છે કે તેઓ બંગાળ વિધાનસભા ચૂંટણી પ્રચારથી ખુદને દૂર રાખી આનો વિરોધ કરવા ગૃહમાં આવ્યા છે. બ્રાયને એઆઈએડીએમકે, ટીઆરએસ, બીજૂ જનતા દળ જેવા દળોને પણ આ બિલનો વિરોધ કરવાની અપીલ કરી હતી. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube