રાજ્યસભામાં નબળું પડ્યું NDA, ભાજપના ફક્ત હવે આટલા જ સાંસદ, શું બેકફૂટ પર રહેશે સરકાર? સમજો આંકડાનું ગણિત
ઉપલા ગૃહમાં એનડીએના કુલ 101 સભ્યો છે. 19 સીટો ખાલી થવાના કારણે મહત્તમ 245 સીટોવાળી રાજ્યસભામાં હજુ પણ 226 સભ્ય છે એટલે કે બહુમત માટે 114 સભ્યોનું સમર્થન જોઈએ.
રાજ્યસભામાં સત્તાધારી એનડીએની તાકાત હવે ઘટી ગઈ છે. ભાજપનો ભાગ રહી ચૂકેલા ચાર નોમિનેટેડ સભ્યો 13 જુલાઈના રોજ રિટાયર થયા. તેનાથી ભાજપની સંખ્યા ઘટીને 86 પર આવી ગઈ. ઉપલા ગૃહમાં એનડીએના કુલ 101 સભ્યો છે. 19 સીટો ખાલી થવાના કારણે મહત્તમ 245 સીટોવાળી રાજ્યસભામાં હજુ પણ 226 સભ્ય છે એટલે કે બહુમત માટે 114 સભ્યોનું સમર્થન જોઈએ.
સીટોનું ગણિત
રાજ્યસભામાં મહત્તમ 245 સભ્યો હોઈ શકે છે. જો કે હાલ સદનમાં 226 સભ્યો છે. જેમાંથી સત્તાધારી એનડીએના 101 સભ્યો છે. જ્યારે વિપક્ષના INDIA ગઠબંધનન 87 સભ્યો છે. 29 સભ્યો એવા છે જે ન તો સત્તા પક્ષનો ભાગ છે ન તો વિપક્ષનો. બે અપક્ષ અને સાત નોમિનેટેડ સભ્યો છે. રજ્યસભામાં બહુમતનો આંકડો 114 છે. કોઈ બિલ પાસ કરાવવા માટે NDA ને અપક્ષો અને નોમિનેટેડ સભ્યોનું સમર્થન મળશે. જેનાથી ગઠબંધનનો આંકડો 110 સુધી પહોંચી જશે. આગામી બજેટ સત્રમાં NDA ને AIADMK અન YSRCP જેવી મિત્ર પાર્ટીઓના સમર્થનની પણ જરૂર રહેશે.
સરકારના પક્ષમાં મતદાન કરે છે નોમિનેડ સભ્યો
સરકારની ભલામણથી રાષ્ટ્રપતિ 12 સભ્યોને રાજ્યસભા માટે નોમિનેટ કરે છે. હાલના નોમિનેટ સભ્યોમાં સાત લોકોએ પોતાને બિન પક્ષીય રાખ્યા છે એટલે કે તેઓ ભાજપનો ભાગ નથી. જો કે કોઈ કાયદા માટે મતદાન દરમિયાન તેઓ સરકારના પક્ષમાં મતદાન કરે છે.
શનિવારે રિટાયર થનારા સભ્યોમાં રાકેશ સિન્હા, રામ શકલ, સોનલ માનસિંહ, મહેશ જેઠમલાણી છે. રાજ્યસભામાં નોમિનેટ થયા બાદ આ તમામ સભ્યો ઔપચારિક રીતે ભાજપમાં જોડાઈ ગયા હતા. નોમિનેટ સભ્યોમાં વધુ એક ગુલામ અલી છે જે ભાજપનો ભાગ છે. તેઓ સપ્ટેમ્બર 2028માં રિટાયર થશે.
ખાલી પડેલી 19 બેઠકોનું શું થશે
હાલ રાજ્યસભામાં 19 બેઠકો ખાલી છે. જેમાં જમ્મુ અને કાશ્મીર તથા નોમિનેટેડ શ્રેણીમાંથી ચાર-ચાર અને આઠ વિવિધ રાજ્યોમાંથી 11 (અસમ, બિહાર અને મહારાષ્ટ્રમાંથી 2-2 તથા હરિયાણા, તેલંગાણા, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ત્રિપુરામાંથી એક એક). આ 11 સીટોમાંથી 10 સીટો ગત મહિને સભ્યો લોકસભામાં ચૂંટાઈ આવવાથી ખાલી પડી છે. એકના ખાલી થવાનું કારણ ભારત રાષ્ટ્ર સમિતિના સભ્ય કેશવરાવનું રાજીનામું હતું. રાવ બાદમાં કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા.
આવનારા મહિનાઓમાં આ 11 સીટો પર ચૂંટમી થવાથી કદાચ એનડીએને 8 સીટો અને ઈન્ડિયા બ્લોકને 3 સીટો મળશે. જેમાંથી તેલંગણાથી કોંગ્રેસને મળનારી એક સીટ પણ સામેલ છે. જેનાથી પાર્ટીની સંખ્યા 27 થશે. રાજ્યસભામાં વિપક્ષના નેતાનું પદ યથાવત રાખવા માટે જરૂરી સીટોથી તે બે વધુ છે.