રાકેશ ઝુનઝુનવાલાની કંપની આકાશ એરની ઉંચી ઉડાન, આપ્યો 72 બોઇંગ જેટનો ઓર્ડર
રાકેશ ઝુનઝુનવાલાની આકાશ એરના આ મોટા ઓર્ડરથી પ્લેન બનાવનારી અમેરિકી કંપની દુનિયાના સૌથી પ્રોમિંસિંગ માર્કેટમાં ફરી પોતાની પકડ મજબૂત બનાવી શકે છે.
નવી દિલ્હીઃ અબજોપતિ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાના સપોર્ટવાળી એરલાઇન આકાશ એર (Akasa Air) એ 72 બોઇંગ 737 Max જેટનો ઓર્ડર આપ્યો છે. લો-કોસ્ટ એરલાઇન આકાશ એર (Akasa Air) અને પ્લેન બનાવનારી અમેરિકી કંપની બોઇંગ (Boeing) ના સંયુક્ત નિવેદનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો કે, 'આકાશ એરના ઓર્ડરમાં 737 Max ફેમિલીના 2 વેરિએન્ટ સામેલ છે. તેમાં 737-8 અને વધુ કેપિસિટીવાળું 737-8-200 છે.'
માર્કેટમાં પગ જમાવવામાં મદદ કરશે આ ડીલ
રાકેશ ઝુનઝુનવાલાની આકાશ એરના આ મોટા ઓર્ડરથી પ્લેન બનાવનારી અમેરિકી કંપની દુનિયાના સૌથી પ્રોમિંસિંગ માર્કેટમાં ફરી પોતાની પકડ મજબૂત બનાવી શકે છે. આકાશ એરના સીઈઓ વિનય દુબેએ કહ્યુ કે, અમે અમારા પ્રથમ એર પ્લેન ઓર્ડર માટે બોઇંગ સાથે ભાગીદારી કરી ખુશ છીએ. અમે તેમનો આકાશ એરના બિઝનેસ પ્લાન અને લીડરશિપ ટીમ પર વિશ્વાસ દેખાડવા માટે આભાર વ્યક્ત કરીએ છીએ.
આ પણ વાંચોઃ Drugs Case: મુંબઈ પોલીસ કમિશનરને મળ્યા સમીર વાનખેડે, 25 મિનિટ સુધી ચાલી બેઠક
આગામી વર્ષે ઉડાન શરૂ કરી શકે છે કંપની
દુબેએ કહ્યુ- ભારત વિશ્વમાં સૌથી ઝડપી વધતા એવિએસન માર્કેટમાંથી એક છે અને અહીં અપાર સંભાવનાઓ છે. અમે પહેલા જ એર ટ્રાવેલમાં મજબૂત રિકવરી જોઈ રહ્યાં છીએ. આકાશ એર પર માલિકી હક રાખનારી SNV એવિએશને પાછલા મહિને કહ્યું હતું કે દેશની નવી અલ્ટ્રા-લો-કોસ્ટ કરિયર લોન્ચ કરવા માટે સિવિલ એવિએશન મિનિસ્ટ્રી પાસેથી જરૂરી શરૂઆતી ક્લીયરેન્સ મળ્યા બાદ તે આગામી વર્ષે ઉડાન શરૂ કરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube