Rakesh Tikait ની સંપત્તિનો થયો ખુલાસો, જાણો ક્યાં ક્યાં ફેલાયેલો છે કારોબાર અને કેટલી છે સંપત્તિ
ભારતીય કિસાન યુનિયન (Bharatiya Kisan Union) ના નેતા રાકેશ ટિકૈત (Rakesh Tikait) પોતાને ખેડૂત નેતા ગણાવે છે. તેઓ એવા ખેડૂતોના હકની લડત લડવાનો દાવો કરે છે જેમની જિંદગી કરજના બોજા હેઠળ દબાયેલી હોય છે અને અનેક તો આ બોજાથી દબાઈને આત્મહત્યા કરી લે છે. ખેડૂતોની સરેરાશ કમાણી કેટલી છે? એક મહિનામાં ફક્ત 6400 રૂપિયા. હવે સવાલ એ ઉઠે છે કે ખેડૂત નેતા કહેવાનો દાવો કરનારા રાકેશ ટિકૈતની કમાણી કેટલી છે?
નવી દિલ્હી: ભારતીય કિસાન યુનિયન (Bharatiya Kisan Union) ના નેતા રાકેશ ટિકૈત (Rakesh Tikait) પોતાને ખેડૂત નેતા ગણાવે છે. તેઓ એવા ખેડૂતોના હકની લડત લડવાનો દાવો કરે છે જેમની જિંદગી કરજના બોજા હેઠળ દબાયેલી હોય છે અને અનેક તો આ બોજાથી દબાઈને આત્મહત્યા કરી લે છે. ખેડૂતોની સરેરાશ કમાણી કેટલી છે? એક મહિનામાં ફક્ત 6400 રૂપિયા. હવે સવાલ એ ઉઠે છે કે ખેડૂત નેતા કહેવાનો દાવો કરનારા રાકેશ ટિકૈતની કમાણી કેટલી છે?
ચોંકાવનારા આંકડા
મોટાભાગના ખેડ઼ૂતો 6 મહિના ખેતી કરે છે અને 6 મહિના બેરોજગાર રહે છે. જે પોતાના લોહી પાણીથી ખેતરો સિંચે છે અને બીજા માટે અનાજ ઉગાવે છે. કૃષિ પ્રધાન ભારતમાં આપણા ખેડૂતોની ગરીબી કોઈનાથી છૂપાયેલી નથી. આંકડા મુજબ ભારતમાં 100માંથી 52 ખેડૂતો એવા છે જેમના પર સરેરાશ એક લાખ ચાલીસ હજારનું દેવું છે. વર્ષ 2019માં 10 હજાર ખેડૂતોએ આત્મહત્યા કરી. 76 ટકા ખેડૂતો એવા છે , જે હવે ખેતી છોડી દેવા માંગે છે. ગામડામાં ફક્ત એક ટકો યુવા જ એવા છે જે ખેડૂત બનવા માંગે છે.
રાકેશ ટિકૈત અંગે 4 મોટા સવાલ
સવાલ નંબર 1: રસ્તા પર બેસીને ખાવાનું ખાતા ખેડૂત નેતા રાકેશ ટિકૈત પાસે કેટલી સંપત્તિ છે?
સવાલ નંબર 2: આંસુડા પાડીને આંદોલનમાં પ્રાણ ફૂંકનારા રાકેશ ટિકૈતનો કારોબાર કેટલો મોટો છે?
સવાલ નંબર 3: કૃષિ કાયદા (Farm Laws) પર મોદી સરકારના નાકમાં દમ લાવનારા ખેડૂત નેતા રાકેશ ટિકૈત પાસે કેટલા શોરૂમ અને કેટલા પેટ્રોલ પંપ છે?
સવાલ નંબર 4: 2 મહિનાથી રસ્તા પર દિવસ રાત વિતાવનારા ખેડૂત નેતા રાકેશ ટિકૈતના બાળકો ક્યાં રહે છે અને શું કરે છે?
Farmers Protest પર ખુબ નિવેદનબાજી કરનારા આ દેશના PM એ ભારત પાસે મદદ માટે લગાવી ગુહાર
દેશના 4 રાજ્યો અને 13 શહેરોમાં ટિકૈતની સંપત્તિ
રાકેશ ટિકૈત (Rakesh Tikait) ની 4 રાજ્યોમાં સંપત્તિ છે અને તે રાજ્યો છે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી અને મહારાષ્ટ્ર. આંકડાકીય માહિતી મુજબ રાકેશ ટિકૈતની દેશના 13 શહેરોમાં સંપત્તિ છે જેમાં મુઝફ્ફનગર, લલિતપુર, ઝાંસી, લખીમપુર ખીરી, બિજનૌર, બદાયુ, દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ, દહેરાદૂન, રૂડકી, હરિદ્વાર અને મુંબઈ સામેલ છે. એક અંદાજ મુજબ રાકેશ ટિકૈતની કુલ સંપત્તિ 80 કરોડની છે.
પ્રદર્શન દરમિયાન પણ કારોબાર ફૂલ્યો ફાલ્યો
રાકેશ ટિકૈત લગભગ 2 મહિનાથી દિલ્હીની ગાઝીપુર બોર્ડર પર ધરણા પ્રદર્શનને લીડ કરી રહ્યા છે. પરંતુ આ દરમિયાન પણ તેમનો કારોબાર ફાલ્યો ફૂલ્યો છે. તેમની કરોડોની સંપત્તિ વધી રહી છે. અત્રે જણાવવાનું કે અમારું કહેવું એવું નથી કે રાકેશ ટિકૈતની સંપત્તિ ગેરકાયદે છે. તે મહેનતથી બનાવેલી સંપત્તિ હોઈ શકે છે પરંતુ શું ખેડૂત આંદોલનનું સત્ય એ જ છે કે જે અમીર છે તે પ્રદર્શન કરી રહ્યા છે અને જે ગરીબ ખેડૂતો છે તેઓ ખેતરોમાં પોતાના અને દેશના પેટ પાલવા માટે દિવસ રાત મહેનત કરી રહ્યા છે?
કયા કયા ક્ષેત્રમાં રાકેશ ટિકૈતનો કારોબાર
1- જમીન
2- પેટ્રોલ પંપ
3- શોરૂમ
4 ઈંટના ભઠ્ઠા
5. અન્ય કારોબાર
ખેડૂત કરતા વધુ એક નેતા છે રાકેશ ટિકૈત
રાકેશ ટિકૈત દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલ હતા અને ખેડૂત નેતા કહેવાય છે. પરંતુ ખેતરો તો ફક્ત ટિકૈત સામ્રાજ્યનો એક ભાગ છે. બીજા ભાગમાં અનેક વેપાર ધંધા છે. આ એવા કામ છે જેના માટે ખેડૂત નહીં પરંતુ નેતા બનવું પડે છે. 51 વર્ષના રાકેશ ટિકૈતના લગ્ન 1985માં સુનીતા દેવી સાથે થયા હતા. તેમના 3 બાળકો છે. એક પુત્ર જેનુ નામ ચરણ સિંહ છે જ્યારે બે પુત્રીઓ સીમા ટિકૈત અને જ્યોતિ ટિકૈત છે.
Loksabha: પીએમ મોદી બોલ્યા- કિસાન આંદોલનને પવિત્ર માનુ છું આંદોલનજીવી તેને અપવિત્ર કરી રહ્યાં છે
ઓસ્ટ્રેલિયામાં રહે છે રાકેશ ટિકૈતની પુત્રી
રાકેશ ટિકૈત (Rakesh Tikait) ની બંને પુત્રીઓના લગ્ન થઈ ગયા છે. રાકેશ ટિકૈતની નાની પુત્રી જ્યોતિ ટિકૈત ઓસ્ટ્રેલિયામાં રહે છે. ઓસ્ટ્રેલિયાના મેલબર્ન શહેરમાં 8 ફેબ્રુઆરીના રોજ કૃષિ બિલના વિરોધમાં બેઠેલા પ્રદર્શનકારીઓના સમર્થનમાં એક રેલીનું આયોજન થયું હતું. જેમાં ટિકૈતની પુત્રી પોતે હાજર હતી અને ઓસ્ટ્રેલિયાના લોકોને ખેડૂત આંદોલન (Farmers Protest) નું સમર્થન કરવાનું કહેતી હતી.
ગેરકાયદેસર રીતે પાળેલું છે હરણ
જ્યાં એકબાજુ રાકેશ ટિકૈત પોતે ખેડૂતોના હક માટે લડે છે તેવું બતાવે છે ત્યાં બીજી બાજુ તેની આડમાં રાકેશ ટિકૈતે ગેરકાયદેસર રીતે હરણ પાળેલું છે. અત્રે જણાવવાનું કે ભારતમાં હરણ સહિત કોઈ પણ જંગલી જાનવર પકડીને બંધ કરવું એ દંડનીય અપરાધ છે. જેના દોષિતને સાત વર્ષની સજા કે 25 હજાર રૂપિયાનો દંડ કે બંને થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube