કૃષિ કાયદાને રદ કરવા પર રાકેશ ટિકેટની ચીમકી, ખેડૂત આંદોલનને લઇને કહી આ મોટી વાત
Three Agricultural Laws Repealed Announcement: ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકેતે કહ્યું કે, સરકારને એમએસપી ઉપરાંત અન્ય મુદ્દાઓ પર ખેડૂતો સાથે ચર્ચા કરવી જોઈએ.
નવી દિલ્હી: આજે ગુરુ નાનક જયંતીના દિવસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ રાષ્ટ્રને સંબોધન કરતા ત્રણ કૃષિ કાયદાને રદ કરવાની જાહેરાત કરી છે. પીએમ મોદી (PM Modi) એ કહ્યું કે, અમે અમારી વાત ખેડૂતોને સમજાવી શક્યા નહીં. તેના પર ભારતીય કિસાન યુનિયન (BKU) ના રાષ્ટ્રીય પ્રવક્તા Rakesh Tikait એ રિએક્શન આપ્યું છે.
રાકેશ ટિકેતનું ટ્વીટ
રાકેશ ટિકેત (Rakesh Tikait) એ ટ્વીટ કર્યું, 'આંદોલન તત્કાલ પરત ખેંચવામાં આવશે નહીં, અમે તે દિવસની રાહ જોઈશું જ્યારે કૃષિ કાયદાને સંસદમાં રદ કરવામાં આવે. સરકાર MSP ની સાથે-સાથે ખેડૂતોના અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા કરે.'
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube