West Bengal Assembly Election 2021: ચૂંટણીના બરોબર 14 દિવસ પહેલાં પશ્વિમ બંગાળ જશે Rakesh Tikait, મહાપંચાયતને કરશે સંબોધિત
રાકેશ ટિકૈતએ કહ્યું કે તે ચૂંટણીના ફક્ત 14 દિવસ પહેલાં એટલે કે 13 માર્ચના રોજ બંગાળ જશે અને ત્યાં આયોજિત એક મહાપંચાયતમાં જોડાશે.
નવી દિલ્હી: નવા કૃષિ કાયદાના વિરૂદ્ધ દિલ્હીની બોર્ડરો પર બેઠેલા ખેડૂત (Farmers Protest) આંદોલનને વેગવંતુ બનાવવા માટે રણનીતિ બનાવી રહ્યા છે. આ દરમિયાન સંયુક્ત કિસાન મોરચાના નેતા રાકેશ ટિકૈત (Rakesh Tikait) એ વિધાનસભા ચૂંટણી પહેલાં પશ્વિમ બંગાળ (West Bengal) ના દૌરની જાહેરાત કરી છે. રાકેશ ટિકૈતએ કહ્યું કે તે ચૂંટણીના ફક્ત 14 દિવસ પહેલાં એટલે કે 13 માર્ચના રોજ બંગાળ જશે અને ત્યાં આયોજિત એક મહાપંચાયતમાં જોડાશે.
તાજેતરમાં જ SKM એ કરી હતી જાહેરાત
સંયુક્ત કિસાન મોરચા (SKM)એ તાજેતરમાં જ જાહેરાત કરી હતી કે તે ચૂંટણીવાળા રાજ્યોના લોકો સાથે ખેડૂત વિરોધી અને ગરીબ વિરોધી નીતિઓના વિરૂદ્ધ ભાજપને પાઠ ભણાવવાની અપીલ કરશે . કહેવામાં આવી રહ્યું છે કે ડો. દર્શન પાલ, યોગેંદ્ર યાદવ, બલવીર સિંહ રાજેવાલ જેવા અન્ય ખેડૂત નેતા પણ 12 માર્ચના રોજ આ મહાપંચાયતમાં જોડાશે. જ્યારે રાકેશ ટિકૈત 13 માર્ચના રોજ તેને સંબોધિત કરશે.
VIDEO: TMC માંથી BJP જોડાયા બાદ મંચ પર જ 'ઉઠક-બેઠક' કરવા લાગ્યા નેતા, કારણ પણ જણાવ્યું...
પશ્વિમ બંગાળમાં 8 તબક્કામાં થશે મતદાન
પશ્વિમ બંગાળ (West Bengal) ની 294 વિધાનસભા સીટો માટે 8 તબક્કામાં મતદાન થશે. રાજ્યમાં 27 માર્ચ, એક એપ્રિલ, 6 એપ્રિલ, 10 એપ્રિલ, 17 એપ્રિલ, 22 એપ્રિલ, 26 એપ્રિલ અને 29 એપ્રિલના રોજ મતદાન થશે. જ્યારે ચૂંટણીના પરિણામ 2 મેના રોજ આવશે. પહેલાં અને બીજા તબક્કામાં 30-30 સીટો, ત્રીજા તબક્કામાં 31 સીટો, ચોથા તબક્કામાં 44 સીટો, પાંચમા તબક્કામાં 45 સીટો, છઠ્ઠા તબક્કામાં 43 સીટો, સાતમા તબક્કામાં 36 સીટો અને આઠમા તબક્કામાં 35 સીટો પર મતદાન થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube