નવી દિલ્હીઃ એક્સ બિગ બોસ કન્ટેસ્ટેન્ટ અને ભાજપ નેતા સોનાલી ફોગાટના મોતનો કેસ હવે હત્યા તરફ વળી ગયો છે. આ કેસમાં તેના પીએ સુધીર સાંગવાનની ભૂમિકા શંકાસ્પદ માનીને તેની તપાસ ચાલી રહી છે. બિગ બોસમાં તેની સાથી કન્ટેન્સટેન્ટ રહી ચુકેલી સાથી સાવંતે સોનાલીના મોત પર પ્રતિક્રિયા આપી છે. રાખીએ જણાવ્યું કે સોનાલી જણાવતી હતી કે તે પીએ સુધીરને પસંદ કરે છે. તો રાખીએ તે પણ કહ્યું કે તેને સુધીર પસંદ નહોતો પરંતુ શરૂઆતથી તે ક્રિમિનલ લાગતો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાખીનો દાવો, જણાવી હતી પ્રેમની વાત
જ્યારે મને ખબર પડી તો પ્રથમ દિવસથી હત્યા લાગી રહી હતી. સોનાલીજીની હત્યા થઈ છે, તે મારા દીદી હતા. બિગ બોસમાં મેં તેની સાથે સારો સમય પસાર કર્યો. તેનો જીવ તેની પુત્રી હતી. તેનો પીએ હતો, તે ટકલૂ, ત્યાં પણ તે હંમેશા જણાવતી હતી કે તે તેને પ્રેમ કરે છે. પીએ દોસ્ત પણ હતો. સોનાલી જણાવી રહી હતી. હું શું બોલુ, તે હવે આ દુનિયામાં નથી તો સારૂ લાગતું નથી. પરંતુ આ ખોટી વાત છે. સોનાલીજી વિશ્વ સુંદરી જેવી હતી. જો ભોજન પણ કરતી હતી તો થોડું ખાતી હતી. હાર્ટ એટેક તેને આવ્યો જ નથી.


 

 

 

 



 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by TAHIR JASUS007 (@tahirjasus)


આ પણ વાંચોઃ કોંગ્રેસને લાગ્યો ઝટકો, ગુલામ નબી આઝાદના સમર્થનમાં 64 નેતાઓએ પાર્ટી છોડી  


ભાજપ સોનાલીને ન્યાય અપાવેઃ રાખી
હાલ શું મામલો હતો તે તો સીબીઆઈ અને પોલીસ તપાસ કરે. ભોજન કે ડ્રિંકમાં તેનું શું આપવામાં આવ્યું. મેં જોયુ કે તે બ્લાઉઝ અને શોર્ટ્સમાં હતી. તેનો  પેટીકોટ અને સાડી હટાવવામાં આવી છે. હું દુબઈમાં હતી મને ઝટકો લાગ્યો. તે તેની પુત્રીને ખુબ પ્રેમ કરતી હતી. તે ભાજપની નેતા હતા. તે પોતાની પાર્ટીને પ્રેમ કરતી હતી. ભારતીય જનતા પાર્ટીને હું વિનંતી કરૂ છું કે તેના હત્યારાને કઠોર સજા અપાવે. 


પહેલા દિવસથી શંકા હતીઃ રાખી સાવંત
રાખી કહે છે કે મને પહેલા દિવસથી સુધીર પર શંકા હતી. રાખીએ કહ્યું- તેને જોઈને મને ખુબ ગુસ્સો આવતો હતો. મેં સોનાલી ફોગાટને કહ્યું હતું કે આ કોણ છે. તો કહ્યું મારો પીએ છે. અમારી લાઇકિંગ છે, વગેરે, વગેરે. મેં કહ્યું કે આ સારો વ્યક્તિ નથી. તેના ચહેરાથી તે દુષ્ટ અને ક્રિમિનલ લાગતો હતો. મને ખુબ દુખ છે કે તેને ખાવામાં ડ્રગ્સ આપી દીધુ. તેની પુત્રીનું શું થશે. હું ઈચ્છુ છું કે તે મહિલા અને તેની પુત્રીને ન્યાય મળે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube