રક્ષાબંધન પર બની રહ્યા છે અનેક શુભ સંયોગ, જાણો ભાઈને રાખડી બાંધવાનું મુહૂર્ત
Rakshabandhan 2021: રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના પ્રેમનું પ્રતીક હોય છે. દર વર્ષે શ્રાવણ મહિનાની પૂનમના દિવસે આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધન પર અનેક શુભ સંયોગ બનવા જઈ રહ્યો છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના પ્રેમનું પ્રતીક હોય છે. દર વર્ષે શ્રાવણ મહિનાની પૂનમના દિવસે આ તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધન પર શુભ સંયોગ બની રહ્યા છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ સંયોગને અત્યંત શુભ માનવામાં આવે છે. આ સંયોગ ભાઈ-બહેન માટે અત્યંત શુભ સાબિત થશે. આ વર્ષે રક્ષાબંધન 22 ઓગસ્ટના દિવસે ઉજવવામાં આવશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વર્ષે રક્ષાબંધન પર શોભન યોગ બની રહ્યો છે. 22 ઓગસ્ટની સવારે 10 કલાક 34 મિનિટ સુધી શોભન યોગ રહેશે. આ યોગ માંગલિક કાર્યો માટે અત્યંત શુભ માનવામાં આવે છે. આ યોગ દરમિયાન કરવામાં આવતી યાત્રા બહુ કલ્યાણકારી સાબિત થાય છે. તેની સાથે જ આ દિવસે સાંજે 7 કલાક અને 40 મિનિટ સુધી ઘનિષ્ઠા યોગ રહેશે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે ઘનિષ્ઠા નક્ષત્રનો સ્વામી મંગળ ગ્રહ છે. આ નક્ષત્રમાં જન્મેલા લોકોને પોતાના ભાઈ-બહેન પ્રત્યે વિશેષ પ્રેમ હોય છે. આથી આ નક્ષત્રમાં રક્ષાબંધન હોવાથી ભાઈ-બહેનનો પ્રેમ વધશે. આ વખતે ભદ્રાકાળ ન હોવાથી દિવસમાં કોઈપણ સમયે રાખડી બાંધી શકાશે.
રક્ષાબંધનનું શુભ મુહૂર્ત:
રક્ષાબંધન પર રાખડી બાંધવાનો શુભ સમય 12 કલાક 13 મિનિટ છે. તમે સવારે 5 કલાક 50 મિનિટથી લઈને સાંજે 6 કલાક 3 મિનિટ સુધી કોઈપણ સમયે રાખડી બાંધી શકો છો. જ્યારે ભદ્રાકાળ 23 ઓગસ્ટે સવારે 5 કલાક 34 મિનિટથી 6 કલાક 12 મિનિટ સુધી રહેશે.
રાખડી બાંધતા સમયે કયા મંત્રનો જાપ કરવો જોઈએ:
येन बद्धो बली राजा दानवेन्द्रो महाबल:।
तेन त्वां अभिबन्धामि रक्षे मा चल मा चल।।
आप शिष्य या शिष्या अपने गुरु को रक्षासूत्र बांध रहे हैं तो उसके लिए अलग मंत्र है.
येन बद्धो बली राजा दानवेन्द्रो महाबल:।
तेन त्वां रक्षबन्धामि रक्षे मा चल मा चल ||