રામ જેઠમલાણીના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, ગણાવ્યાં `અસાધારણ વકીલ`
દિગ્ગજ વકીલ રામ જેઠમલાણીનું આજે દિલ્હી ખાતે તેમના નિવાસ સ્થાને 95 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતાં. રામ જેઠમલાણીના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ કહ્યું કે દેશે એક અસાધારણ વકીલ ગુમાવ્યાં. તેમણે કહ્યું કે સંસદ અને કોર્ટમાં તેમણે મહાન યોગદાન આપ્યું છે.
નવી દિલ્હી: દિગ્ગજ વકીલ રામ જેઠમલાણીનું આજે દિલ્હી ખાતે તેમના નિવાસ સ્થાને 95 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતાં. રામ જેઠમલાણીના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ કહ્યું કે દેશે એક અસાધારણ વકીલ ગુમાવ્યાં. તેમણે કહ્યું કે સંસદ અને કોર્ટમાં તેમણે મહાન યોગદાન આપ્યું છે.
પીએમ મોદીએ કહ્યું કે રામ જેઠમલાણીના સ્વરૂપમાં દેશે એક શાનદાર વકીલ અને પ્રતિષ્ઠિત વ્યક્તિ ગુમાવ્યાં છે. તેમનું યોગદાન કોર્ટ અને સંસદ બંને માટે મહત્વપૂર્ણ છે. વડાપ્રધાને કહ્યું કે તેમણે ક્યારેય કોઈ પણ મુદ્દે પોતાની ભાવનાઓ વ્યક્ત કરવામાં ખચકાટ અનુભવ્યો નથી. તેમની સૌથી મોટી ખાસિયત એ હતી કે તેઓ ફક્ત પોતાના મનની વાત બોલતા હતાં તેમણે કોઈ પણ ડર વગર આવું કર્યું. ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે આપણે માત્ર એક મહાન વકીલ નહીં પરંતુ એક મહાન વ્યક્તિ પણ ગુમાવ્યાં જે જીવનથી ભરપૂર હતાં.
રામ જેઠમલાણીનો જન્મ 14 સપ્ટેમ્બરના રોજ સિંધના શિકારપુર (હવે પાકિસ્તાનમાં)માં થયો હતો. 13 વર્ષની ઉંમરે તેમણે મેટ્રિકની પરીક્ષા પાસ કરી હતી. 17 વર્ષની વયે તેમણે બોમ્બે યુનિવર્સિટીમાંથી એલએલબીની ડિગ્રી મેળવી હતી. પોતાની શાનદાર કેરિયરમાં રામ જેઠમલાણીએ અનેક હાઈપ્રોફાઈલ કેસ લડ્યા હતાં. તેમણે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી અને ઈન્દિરા ગાંધીના હત્યારાઓ માટે કેસ લડ્યો હતો. અટલ સરકારમાં જૂન 1999થી જુલાઈ 2000 સુધી તેઓ કેન્દ્રીય કાયદા મંત્રી રહ્યાં હતાં.
રામ જેઠમલાણી લડ્યા હતા તે 10 મોટા કેસ વિશે જાણો
1. હવાલા કાંડમાં લાલકૃષ્ણ અડવાણીનો બચાવ
2. જેસિકા લાલ હત્યાકાંડમાં મનુ શર્માનો બચાવ
3. ઈન્દિરા ગાંધીની હત્યાના આરોપીઓનો બચાવ
4. રાજીવ ગાંધીની હત્યાના આરોપીઓનો બચાવ
5. સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર કેસ મામલે અમિત શાહ (ગુજરાતના પૂર્વ ગૃહરાજ્ય મંત્રી)નો બચાવ
6. 2જી સ્પેક્ટ્રમ મામલે કનિમોઝીનો બચાવ
7. જગ્ગી હત્યા કેસમાં અમિત જોગી (અજીત જોગીના પુત્ર)નો બચાવ
8. જોધપુર શારીરિક શોષણ મામલે આસારામ બાપુનો બચાવ
9. ભાકપા વિધાયક કૃષ્ણા દેસાઈ હત્યાકાંડમાં શિવસેનાનો બચાવ
10. અરુણ જેટલીએ કરેલા બદનક્ષી કેસમાં AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલનો બચાવ