ક્રેનની મદદથી રામલલાની મૂર્તિને રામ મંદિર પરિસરમાં લાવવામાં આવી, આજે ગર્ભગૃહમાં સ્થાપિત થશે
રામલલાની મૂર્તિ આખરે રામ મંદિર પરિસર પહોંચી ગઈ છે. ગુરુવારે એટલે કે આજે આ મૂર્તિને ગર્ભગૃહમાં રાખવામાં આવશે. બુધવારે રાતે ક્રેનની મદદથી રામલલાની મૂર્તિને રામ મંદિર પરિસરની અંદર લઈ જવામાં આવી.
રામલલાની મૂર્તિ આખરે રામ મંદિર પરિસર પહોંચી ગઈ છે. ગુરુવારે એટલે કે આજે આ મૂર્તિને ગર્ભગૃહમાં રાખવામાં આવશે. બુધવારે રાતે ક્રેનની મદદથી રામલલાની મૂર્તિને રામ મંદિર પરિસરની અંદર લઈ જવામાં આવી. તેની કેટલીક તસવીરો પણ સામે આવી છે. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાથી પહેલા તેમનું આસન પણ તૈયાર કરવામાં આવ્યું છે. રામલલાનું આસન 3.4 ફૂટ ઊંચુ છે. જેને મકરાના પથ્થરથી બનાવવામાં આવ્યું છે.
આ અગાઉ રામ મંદિર પરિસરમાં રામલલાની પ્રતિકાત્મક મૂર્તિનું ભ્રમણ કરાવવામાં આવ્યું હતું. આ મૂર્તિને અહીં ફૂલોથી સજાવવામાં આવેલી એક પાલખીમાં લઈ જવાઈ હતી.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube