કઠુઆ : ભાજપના મહાસચિવ રામ માધવે નેશનલ કોન્ફરન્સ અને પીડીપી પર લોકશાહીની પ્રક્રિયાને અટકાવવા માટેનાં પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે જ માધવે કહ્યું કે, તેને પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઇએ કે શું તે રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં ભાગ લેશે અથવા બહિશ્કાર કરશે જેવું તેમણે સ્થાનિક ચૂંટણીમાં પણ કર્યું હતું. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પુછવામાં આવતા કે શું જમ્મુ કાશ્મીર વિધાનસભાને ભંગ કરવાનો કોઇ પ્રસ્તાવ છે, રામ માધવે કહ્યું કે, રાજ્યમાં રાજ્યપાલ શાસન મધ્ય ડિસેમ્બર સુધી ચાલુ રહેશે અને ત્યાર બાદ શું થશે, આ અંગે તે સમયે ચર્ચા કરવામાં આવશે. 

રામ માધવે કહ્યું કે, અમે તેનાથી ખુશ છીએ અને આ જ કારણ છે કે ભાજપે તોડા સમય માટે રાજ્યપાલ શાસન ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. તેઓ ભાજપનાં નવા નિમાયેલા પાર્ષદોને સન્માનિત કરવા માટે મંગળવારની રાત્રે આયોજીત એક સમારંભમાં બોલી રહ્યા હતા. 

જમ્મુ કાશ્મીરના સંવિધાન હેઠળ રાજ્યપાલ શાસનની અવધિ વધારવાનું કોઇ પ્રાવધાન છે. સુત્રોએ પીટીઆઇને જણાવ્યું કે જ્યારે 19 ડિસેમ્બરે રાજ્યપાલ શાસન સમાપ્ત થઇ જાય તો કેન્દ્ર સરકાર જમ્મુ કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવા માટેની ભલામણ કરી શકે છે. 

તેમના પાખંડોનો ખુલાસો થઇ ગયો છે. 
માધવે નેશનલ કોન્ફરન્સ અથવા પીડીપીનું નામ લીધાવ ગર જ કહ્યું કે, તેમના પાખંડનો ખુલાસો થઇ ગયો છે કારણ કે પહેલા તેમણે સ્થાનીક ચૂંટણીનો બહિષ્કાર કર્યો અને હવે તેઓ ચૂંટણી માટે વિધાનસભા ભંગની વાતો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, એક તરફ તેઓ કહે છે કે કલમ 35 એની રક્ષા માટે ચૂંટણીમાં હિસ્સો નહી લે, બીજી તરફ તેઓ વિધાનસભા ભંગ કરવા અને નવી ચૂંટણીની માંગ કરે છે. કાલે જો વિધાનસભા ચૂંટણી યોજાશે, તો શું તમે લડશો કે બહિષ્કાર કરશો ?