નવી દિલ્હી : ભાજપ મહાસચિવ રામ માધવે શનિવારે તે સમાચારોને ફગાવી દીધા કે તેમની પાર્ટી જમ્મુ કાશ્મીરમાં પીડીપીના બળવાખોર ધારાસભ્યો સાથે મળીને સરકાર બનાવવાનાં પ્રયાસો કરી રહ્યા છે. રામ માધવે કહ્યું કે, તેઓ રાજ્યમાં શાંતિ, તંત્ર અને વિકાસ માટે રાજ્યપાલ શાસન ચાલુ રાખવાનાં પક્ષમાં છે. તેમની આ ટીપ્પણી ટ્વીટર પર ત્યારે આવી જ્યારે રાજ્યના પુર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લાએ એક સમાચાર ટ્વીટ કર્યા હતા જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, પીડીપી ધારાસભ્યોનું એક મોટુ જુથ ભાજપ હાઇકમાન્ડના સંપર્કમાં છે. અને ભાજપ રાજ્યમાં સરકાર બનાવવા માટે પ્રયાસરત્ત છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અબ્દુલ્લાહે ટ્વીટમાં ભાજપ નેતાઓને ટેગ કરતા કહ્યું કે, રામ માધવનાં દાવાથી વિપરિત પ્રદેશ ભાજપ એકમે પીડીપીને તોડવાનો પ્રયાસ પાર્ટી દ્વારા કરવામાં આવી હોવાની વાતનો સ્વિકાર કર્યો છે. એવું લાગી રહ્યું છે કે કોઇ પણ કિંમતે સત્તા દિશઆનિર્દેશક સિદ્ધાંત છે.રાજ્ય માટે ભાજપનાં પ્રભારી નેતા માધવે કહ્યું કે, યોગ્ય નથી કે. હું નિશ્ચિત રીતે રાજ્ય એકમમાં આ મુદ્દે જાણવાનો પ્રયાસ કરીશ અને તે સુનિશ્ચિત કરીશ કે ભાજપ ખીણમાં પોતે તેની પાર્ટીથી દુર  રાખે જે અન્ય દળો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, અમે રાજ્યમાં શાંતિ, સુશાસન અને વિકાસ માટે રાજ્યપાલ શાસનના પક્ષમાં છે. 

ભાજપે ગત્ત મહિને પ્રદેશના પીડીપીની ગઠબંધન સરકાર પાસેથી સમર્થન પાછુ ખેંચી લીધું હતું. ત્યાર બાદ પ્રદેશમાં રાજ્યપાલ શાસન લાદવામાં આવ્યું હતું. જો કે ત્યાર બાદ ભાજપ અમરનાથ યાત્રા પુર્ણ થયા બાદ સરકાર રચવામાં આવશે તેવી વાતો ચાલતી થઇ હતી.