નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીરમાં સરકાર બનાવવાની અટકળો વચ્ચે શનિવારે પાર્ટીના વરિષ્ઠ નેતા રામ માધવે કહ્યું કે, ભવિષ્યમાં પણ ભાજપ સરકારનો હિસ્સો હશે કારણ કે રાજ્યમાં ક્યારે પણ સત્તામાં નહી હોવાનું અપશુકન ખતમ થઇ શકશે. રાજ્યમાં પાર્ટી મુદ્દાના પ્રભારી માધવનું નિવેદન જમ્મુ કાશ્મીરમાં પીડીપીની સાથે ભાજપનું ગઠબંધન તુટ્યાનાં થોડા જ મહિનાઓ બાદ આવ્યું છે. માધવે કહ્યું કે, હું વિશ્વાસ સાથે કહું છું કે, જમ્મુ કાશ્મીરમાં ફરી ક્યારે જ્યારે સરકાર બનશે તો ભાજપ તેનો હિસ્સો રહેશે. તેમણે કહ્યું કે, અપશુકન ખતમ થઇ ચુક્યું છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માધવે એક સમારંભમાં કહ્યું કે, ભાજપ જ્યારે સત્તામાં આવશે તો તે જમ્મુ -કાશ્મીરને નવીદિશામાં લઇ જવા માટેનું કામ કરશે. પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી- ભારતીય જનતા પાર્ટીનું ગઠબંધન તુટી જવા અંગે માધવે કહ્યું કે, કઠણાઇ હતી પરંતુ કેટલીક ઉપલબ્ધીઓ પ્રાપ્ત થઇ. તેમણે કહ્યું કે, અમે ઘણુ કામ કરવા માંગતા હતા પરંતુ જ્યારે અમે વિચાર્યું કે અમારા અનુસાર વસ્તુઓ નથી થઇ રહી તો અમે સરકારમાંથી બહાર આવ્યા. 

માધવે કહ્યું કે, ગત્ત 70 વર્ષોથી અલગતાવાદની ભાવના અને ગત્ત 30 વર્ષોથી આતંકવાદે રાજ્યની પ્રગતિમાં બાધા નાખી. માધવે કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં પાર્ટી સત્તામાં નથી હોવા છતા સુરક્ષાની સ્થિતીના ઉકેલ માટે અપનાવવામાં આવેલી ચોતરફી નીતિ ચાલુ રહેશે. તેમણે કહ્યું કે, કાશ્મીર ક્યાંય પણ નહી જાય, કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. 

પીડીપીના ઘણા ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે
મીડિયા રિપોર્ટસ અનુસાર, રામ માધે હાલમાં કાશ્મીરની મુલાકાત બાદ ફરીથી પીડીપીની સાથે સરકાર બનાવવાની અટકળો વધી ગઇ છે. જો કે મહેબુબા મુફ્તી સીએમનો ચહેરો નહી હોય. જો કે તે અંગે ઘણુ બધુ સ્પષ્ટ થવાનું બાકી છે. સમાચારો અનુસાર ભાજપ નેતાઓએ રામ માધવને સ્પષ્ટ કહ્યું છે કે જો પીડીપીની સાથે બીજીવાર સરકાર બનાવવા માટે સમજુતી થાય છે તો તે સ્થિતીમાં મહેબુબાને મુખ્યમંત્રી નહી બનાવવામાં આવે.