અયોધ્યાઃ અયોધ્યામાં બની રહેલા પ્રભુ શ્રીરામના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તારીખ હથે થોડા દિવસ દૂર છે. તેવામાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. સૂત્રો પ્રમાણે આ કાર્યક્રમ દરમિયાન ગર્ભગૃહમાં માત્ર 5 લોકો હાજર રહેશે. સમાચાર પ્રમાણે પ્રતિષ્ઠા સમયે ગર્ભગૃહનો પડદો પણ બંધ રહેશે. નોંધનીય છે કે આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદી મુખ્ય અતિથિ હશે. આવો જાણીએ પીએમ સિવાય કોણ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ દરમિયાન રામ મંદિરના ગર્ભગૃહમાં હાજર રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ છે બાકી લોકોની યાદી
અત્યાર સુધી મળેલી જાણકારી પ્રમાણે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ દરમિયાન રામ મંદિરના ગર્ભગૃહમાં પીએમ મોદી, આરએસએસ પ્રમુખ મોહન ભાગવત, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્ય આચાર્ય હાજર રહેશે. નોંધનીય છે કે અયોધ્યામાં બની રહેલા રામ મંદિરમાં 22 જાન્યુઆરી 2024ના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. 


આ પણ વાંચોઃ Parle G ના પેકેટ પર ક્યૂટ બાળકીની જગ્યાએ આ છોકરો કોણ? જાણો શું છે સમગ્ર મામલો?


સૌથી પહેલા રામલલા પોતાનો ચહેરો જોશે
આ સાથે પ્રાણ પ્રતિષ્ઠામાં થનારી કેટલીક મહત્વની વિધિઓને લઈને પણ અપડેટ સામે આવ્યું છે. સૌથી પહેલા ભગવાન રામને અરિસો દેખાડવામાં આવશે અને રામલલા પોતાનો ચહેરો જોશે. ત્યારબાદ દલપૂજા માટે આચાર્યોની 3 ટીમો બનાવવામાં આવી છે. પ્રથમ દળનું નેતૃત્વ સ્વામી ગોવિંદ દેવ ગિરિ કરશે. બીજા દળનું નેતૃત્વ શંકરાચાર્ય વિજયેન્દ્ર સરસ્વતી કરશે જે કાંચી કામકોટિ પીઠના શંકરાચાર્ય છે. તો ત્રીજી ટીમમાં કાશીના 21 વિદ્વાનો રાખવામાં આવ્યા છે.


પીએમ મોદી સહિત આ અતિથિઓ રહેશે હાજર
22 જાન્યુઆરી 2024માં અયોધ્યા રામ મંદિરમાં થનાર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં પીએમ મોદી મુખ્ય અતિથિના રૂપમાં સામેલ થશે. પીએમ મોદી સિવાય અન્ય લોકોને પણ આમંત્રણ ાપવામાં આવ્યું છે. આ સિવાય આશરે ચાર હજાર સંતોને આમંત્રિત કરવામાં આવ્યા છે. બધા શંકરાચાર્ય, મહામંડલેશ્વર, શીખ અને બૌદ્ધ પંથના સર્વોચ્ચ સંતોને આમંત્રણ આપવામાં આવ્યું છે. સ્વામી નારાયણ, આર્ટ ઓફ લિવિંગ, ગાયત્રી પરિવાર, કિસાન, કલા જગતના પ્રમુખ લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે. કારસેવલોના પરિવારજનોને પણ નિમંત્રણ મોકલવામાં આવ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube