Ram Mandir Construction Update: રામ મંદિર એક એવો મુદ્દો જે કરોડો હિન્દુઓની આસ્થા સાથે જોડાયેલો છે. એમ કહીએ કે એક એવો મુદ્દો જે ભારતની પ્રભુતા, અખંડતા, હિન્દુ રાષ્ટ્ર સહિત કરોડો હિન્દુઓની શ્રદ્ધા અને આસ્થા સાથે જોડાયેલો છે. સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યું છેકે, આખરે આ રામ મંદિર ક્યારે તૈયાર થશે. ત્યારે હાલમાં જ અયોધ્યામાં થઈ રહેલાં રામ મંદિરના નિર્માણની નવી તસવીરો સામે આવી છે. જેમાં મંદિરના બાંધકામની કામગીરી ક્યાં સુધી પહોંચી છે તે જોવા મળે છે. સાથે જ એવા વાતનો પણ અંદાજો લગાવી શકાય છેકે, હવે અંદાજે કેટલાં સમયમાં મંદિરના નિર્માણની કામગીરી પૂર્ણ થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



 


જાણીએ કે અત્યાર સુધી મંદિરના નિર્માણના સંદર્ભમાં કઈ કઈ કામગીરી કરવામાં આવી છે. આ દરમિયાન નિર્માણાધીન મંદિરની બે નવી તસવીરો સામે આવી છે.  ખુદ ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ આ તસવીરો પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરોમાં જોવા મળી રહ્યું છે કે અયોધ્યામાં રામ મંદિરના ગ્રાઉન્ડ ફ્લોર બાદ હવે પહેલો માળ પણ આકાર લઈ રહ્યો છે. પહેલા માળે થાંભલા પણ ઉભા કરવામાં આવ્યા છે. ડ્રોનથી લેવાયેલી આ તસવીરો જોઈને લાગે છે કે થાંભલાઓની ઊંચાઈ લગભગ 10 ફૂટ હશે. આવો જાણીએ શ્રીરામ મંદિરનું અત્યાર સુધી કેટલું કામ પૂર્ણ થયું છે.


ભવ્ય મંદિરમાં પ્રાણ અભિષેક થશે-
જાણી લો કે વર્ષ 2024ના પહેલા મહિનામાં એટલે કે જાન્યુઆરી મહિનામાં અયોધ્યાના ભવ્ય મંદિરમાં ભગવાન રામલલાની મૂર્તિનો અભિષેક થવાનો છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે પ્રાણ પ્રતિષ્ઠાના સમય સુધીમાં, શ્રી રામ મંદિરના પહેલા માળે છત નાખવામાં આવી હશે. બીજી તરફ શ્રી રામ મંદિરની સામેની બીજી તસવીરમાં ચારેબાજુ એક કોરિડોર દેખાય છે.


શ્રીરામ મંદિરમાં સુંદર કોતરણી-
અહેવાલો અનુસાર, અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરનો ભોંયતળિયું લગભગ 170 સ્તંભો પર ટકેલો છે. આ સ્તંભોમાં સુંદર કોતરણી કરવામાં આવી છે. આ સ્તંભોને જોઈને દેવી-દેવતાઓના દર્શન થાય છે. કોતરણીનું કામ ખૂબ સરસ છે. તેમાં કારીગરોની મહેનત સ્પષ્ટ દેખાય છે. મંદિરમાં ગ્રાઉન્ડ ફ્લોરની છત અને દિવાલો પર કોતરણીનું કામ અદ્ભુત છે.


ભગવાન રામલલા ગર્ભગૃહમાં ક્યારે બિરાજશે?
નોંધપાત્ર વાત એ છે કે, શ્રીરામ મંદિરમાં ગર્ભગૃહની છત અને દિવાલો સફેદ આરસની બનેલી છે. તેની સુંદર કોતરણી તમને મંત્રમુગ્ધ કરશે. કહેવાય છે કે ભગવાન રામલલા આ સ્થાન પર વર્ષ 1949માં પ્રગટ થયા હતા. હાલમાં રામલલા અસ્થાયી મંદિરમાં બિરાજમાન છે. જાન્યુઆરી 2024માં ભગવાન રામલલા ગર્ભગૃહમાં બિરાજશે. માહિતી અનુસાર, શ્રીરામ મંદિરનું ગર્ભગૃહ સફેદ આરસપહાણથી બનેલા 6 સ્તંભો પર ટકે છે. જો કે, બાકીના બાહ્ય સ્તંભો ગુલાબી રેતીના પથ્થરના છે.