અયોધ્યામાં રામની 151 મીટર ઉંચી તાંબાની પ્રતિમા બનાવશે યોગી સરકાર
પહેલા યોગીનું નિવેદન ફરી પ્રાઇવેટ બિલની વાત ત્યાર બાદ મોહન ભાગવત સાથે અડધી રાત્રે અમિત શાહનું મળવું, પછી ભૈયાજીની આંદોલનની વાત ત્યાર બાદ રામ મુર્તિની જાહેરાત
લખનઉ : અયોધ્યા મુદ્દે સુનવણી સુપ્રીમ કોર્ટમાં ટલ્યા બાદથી જ રામ મંદિર મુદ્દે રાજકીય ગરમા ગરમી વધી ગઇ હતી. આ તમામ વચ્ચે સમાચાર છે કે યોગી સરકાર અયોધ્યામાં 151 મીટર ઉંચી રામની તાંબાની પ્રતિમા બનાવવાનો નિર્ણય લઇ ચુકી છે. આ પ્રતિમા 36 મીટરના ચબુતરા પર રાખવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત્ત વર્ષે યોગી સરકારે 100 મીટર ઉંચી ભગવાન રામની પ્રતિ મુકવા માટેની યોજનાનું જાહેરાત કરી હતી. ત્યારે નવ્ય અયોધ્યા યોજના હેઠળ ધાર્મિક પર્યટનને ઉત્તેજન આપવા માટે યોગી સરકારે રાજ્યપાલ રામ નઇકનું પ્રપોઝલ પણ દેખાડ્યું હતું.
330 કરોડ રૂપિયા સુધીના ખર્ચનું અનુમાન
પર્યટન વિભાગની તરફથી ભગવાન રામની પ્રતિમા મુદ્દે મે 2018માં યોજના બનાવાઇ હતી. નવા અયોધ્યા યોજના હેઠળ સરયૂ નદીના કિનારે પ્રતિમાને સ્થાપિત કરવામાં આવશે. આ અંગે 330 કરોડ રૂપિયા સુધીના ખર્ચનું અનુમાન છે. આ સાથે જ સરકાર રામકથા ગેરલી, પર્યટકોનાં રોકાવાના સ્થળ, સુરક્ષાની દ્રષ્ટીએતી સીસીટીવી કેમેરા, પોલીસ બુથ, આવન જાવનના સાધન સહિત અન્ય નાગરિક સુવાધિઓવા જેવા શૌચાલય તથા નિકાસની યોગ્ય વ્યવસ્થા કરશે. અગાઉ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, દિવાળી પર એક મોટી ખુશખબર મુદ્દે અયોધ્યા જઇ રહ્યા છે.
ગત્ત વર્ષે પણ સરકારે કરી હતી જાહેરાત
ગત્ત વર્ષે યોગી સરકારની તરફથી અયોધ્યામાં 100 મીટર ઉંચી ભગવાન રામની પ્રતિમા લગાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ સંબંધમા ત્યારે યોગી સરકારના એક પ્રસ્તાવ બનાવીને રાજ્યપાલ રામ નઇકને પણ દેખાડ્યું. ત્યારે પ્રસ્તાવમાં જણાવવામાં આવ્યું હતું કે અયોધ્યાને પર્યટન માનચિત્ર પર ઉભારવાના લક્ષ્યાંકથી સરયૂ કિનારા પર ભગવાન રામની ભવ્ય પ્રતિમાનું નિર્માણ પર્યટન વિભાગ કરાવશે. તેના માટે રાષ્ટ્રીય હરિયાળી નિગમ (NGT) પાસેથી એનઓસી લેવામાં આવશે.
બીજી તરફ શુક્રવારે ઉતરપ્રદેશ ભાજપના અધ્યક્ષ મહેન્દ્ર નાથ પાંડેયે દાવો કર્યો કે મુક્યમંત્રી સાથે મોટા સંતો પણ છે. નિશ્ચિત રીતે તેમણે અયોધ્યા માટે યોજના બનાવી છે. દિવાળી પર ખુશખબરીની રાહ જુઓ મુખ્યમંત્રીના હાથે આ યોજના સામે આવશે તે જ યોગ્ય રહેશે. યોગીએ તેમ પણ કહ્યું હતું કે સંત સમાજ તો ધૈર્ય રાખવાનું છે. તેમણે રામ મંદિરના મુદ્દે ગરમાવો આવ્યો છે. આરએસએસ સહિત હિંદુવાદી સંગઠનોએ આક્રમક વલણ અપનાવ્યું છે.