અયોધ્યા/ નવી દિલ્હીઃ અયોધ્યામાં આજે રામ મંદિરના નિર્માણ અંગે સંતોની મહત્વપૂર્ણ બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠક પહેલા રામ મંદિર નિર્માણ અંગે રામ જન્મભુમિ ન્યાસના વરિષ્ઠ સભ્ય રામવિલાસ વેદાંતીએ મોટું નિવેદન આપ્યું છે. વેદાંતીએ દાવો કર્યો કે, અયોધ્યામાં રામ મંદિર નિર્માણ પ્રક્રિયા પર કામ કરવું કેન્દ્ર સરકાર ચોથા તબક્કામાં 2024માં શરૂ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રામવિલાસ વેદાંતીએ દાવો કર્યો કે, કેન્દ્ર સરકાર 2020માં રાજ્યસભામાં બહુમત મળી ગયા પછી પ્રથમ તબક્કામાં કાશ્મીરમાંથી ધારા 370 નાબૂદ કરશે. બીજા તબક્કામાં ધારા 35A નાબૂદ કરશે અને ત્રીજા તબક્કામાં બિન-વિવાદિત રામ જન્મભૂમિ ન્યાસને પાછી સોંપશે. 


"BJP અને અમારા રામ વચ્ચે મોટું અંતર છે": શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતી 


વેદાંતીના અનુસાર કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં પહેલા જ જમીન પાછી લેવા સંબંધિત અરજી દાખલ કરી રાખી છે. વેદાંતીએ દાવો કર્યો કે, જમીન મળ્યા પછી ચોથા તબક્કામાં 2024માં કેન્દ્ર સરકાર રામ મંદિર નિર્માણની પ્રક્રિયા પર કામ શરૂ કરશે. 


ઉલ્લેખનીય છે કે, આજે અયોધ્યાના મણિરામ દાસ છાવણીમાં શ્રી રામ જન્મભૂમિ ન્યાસની રામ મંદિર નિર્માણ અંગે મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં વિહિપ અને સંઘના પદાધિકારીઓ ભાગ લેવાના છે. ન્યાસના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસની અધ્યક્ષતામાં બપોરે 3.00 કલાકે બેઠક શરૂ થશે. આ બેઠકમાં રામ મંદિરની સાથે-સાથે ધારા 370 અને વસતી નિયંત્રણ કાયદા અંગે પણ ચર્ચા થશે. 


જૂઓ LIVE TV...


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....