પ્રભુની કૃપા જ્યારે થાય ત્યારે તમામ કામ પાર પડતા હોય છે. હિન્દુ સમાજના 500 વર્ષના તપ બાદ આખરે સોમવારે પ્રભુ શ્રીરામલલ્લા પોતાના નવા, ભવ્ય, દિવ્ય મહેલમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે. આજે પીએમ મોદી અને સીએમ યોગી સહિત સંત સમાજ અને અતિ વિશિષ્ટ લોકોની ઉપસ્થિતિમાં રામલલ્લાના શ્રીવિગ્રહની પ્રાણ પ્રતિષ્ઠાનું ઐતિહાસિક અનુષ્ઠાન સંપન્ન થવા જઈ રહ્યું છે. અયોધ્યા નગરને હજારો ક્વિન્ટલ ફૂલોથી સજાવવામાં આવી છે. અવધપુરીમાં ઉત્સવનો માહોલ છે. સૂર્યવંશની રાજધાની અયોધ્યા ધામ સહિત સમગ્ર દેશના મંદિરોમાં રામ સંકીર્તન અને રામ ચરિતના પાઠ થઈ રહ્યા છે. 


આવી રહ્યા છે ભગવાન રામ
ફૂલોથી સજેલી અયોધ્યા નગરીમાં જન્મભૂમિ પથથી લઈને રામ પથ, ભક્તિ પથ અને ધર્મ પથની ઔલોકિક આભા જોવા મળી રહી છે. સાંસ્કૃતિક નૃત્ય અને વાદનના માધ્યમથી વિવિધ સ્થળો પર પ્રદેશની સાથે સાથે  દેશભરની પરંપરાઓ અને કળાનો સમાગમ થઈ રહ્યો છે. ચારે બાજુ ભગવાન રામના ભજન સાંભળવા મળી રહ્યા છે. સોમવારે સાંજે  ભવ્ય દિપોત્સવની તૈયારી છે. એવું લાગે છે કે જાણે રઘુનંદનના અભિનંદન માટે આખુ સ્વર્ગ ધરતી પર ઉતરી પડ્યું છે. જાન્યુઆરીમાં દીવાળીનો અહેસાસ થઈ રહ્યો છે. શબરીના, કેવટના, દલિતો, વંચિતો બધાના શ્રી રામ આવી રહ્યા છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube